ETV Bharat / state

Gujarat High Court : રાજ્યમાં સામાજિક કાર્યક્રમમાં શાંતિ સલામતી માટે હાઈકોર્ટે સરકારને કર્યો સવાલ - Public Interest Litigation in Gujarat High Court

રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે, મેળાવડામાં નિશ્ચિત સ્થાને વિડીયોગ્રાફી કરવા માટે સરકાર દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે? તેમાં રાજ્ય સરકાર પ્રાથમિક બચાવ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

Gujarat High Court : રાજ્યમાં સામાજિક કાર્યક્રમમાં શાંતિ સલામતીનો માટે હાઈકોર્ટે સરકારને કર્યો સવાલ

author img

By

Published : Apr 17, 2023, 10:26 PM IST

રાજ્યમાં સામાજિક કાર્યક્રમમાં શાંતિ સલામતીનો માટે હાઈકોર્ટે સરકારને કર્યો સવાલ

અમદાવાદ : રાજ્યમાં શાંતિ અને સલામતીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેર હિતની અરજી થઈ હતી. તેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને વિગતવાર સોગંદનામું રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્યમાં શાંતિ જળવાઈ રહે, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને પોલીસ દ્વારા વિડીયો ગ્રાફીની માંગણી કરતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. તેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

શું હતી અરજી : જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જે કોઈપણ આ પ્રકારના ગુનાના ગુનેગાર હોય તેની સામે કડક કાર્યવાહી થાય અને કોઈપણ નિર્દોષ ન દંડાઈ તે રીતની કામગીરી થવી જરૂરી છે.

નાગરીકોના રક્ષણ માટે : અરજદારના વકીલ કે. આર. કુસ્તીએ જણાવ્યું હતું કે, અમારી આજે કોર્ટ સમક્ષ એ માંગણી હતી કે, આપણા ગુજરાતમાં વર્ષો દરમિયાન જે જુદા જુદા ધાર્મિક મેળાવડાઓ કે પછી કાર્યક્રમોમાં તોફાનું થઈ રહ્યા છે. તેમાં પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવે. અમારી માંગણી રાજ્ય સરકારની વિરુદ્ધ નથી, પરંતુ નાગરિકોને પોલીસ સ્ટેશન હોસ્પિટલના ધકાના ખાવા પડે અને પોલીસ અગમચારી રાખીને આવી કોઈ ઘટના ન બને એના માટે પૂરતો બંદોબસ્ત રાખ્યા નહીં. ઓરીજનલ ગુનેગારને પકડવામાં આવે કોઈ નિર્દોષ વ્યક્તિને હેરાન કરવામાં ન આવે. અમારી આ માંગણીથી લોકોના જાનમાલનું નુકસાન થતું અટકશે અને નાગરિકોના અધિકારો જે છે એનું રક્ષણ થશે.

આ પણ વાંચો : Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

સરકારનો પ્રાથમિક બચાવ : જોકે હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ સવાલ કર્યા હતા કે, સરઘસ તેમજ મેળાવડામાં નિશ્ચિત સ્થાને વિડીયોગ્રાફી કરવા માટે સરકાર દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે? હાઇકોર્ટના આ સવાલ સામે રાજ્ય સરકારે પોતાનું પ્રાથમિક બચાવ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હજારોની સંખ્યામાં મેળવનાર અને સર્કસ નીકળતા હોય છે, ત્યારે પ્રશાસન દ્વારા તમામની વિડીયોગ્રાફી કઈ રીતે કરી શકાશે.

આ પણ વાંચો : Gujarat High Court: જાહેર હિતની અરજી મામલે કોર્ટનો સામો સવાલ, વીમા એજન્ટ્સ પહેલા હિત પુરવાર કરો

સુરક્ષાની દ્રષ્ટિએ કેવા પગલા : આ સાથે જ કોર્ટે આગામી દિવસોમાં આવી રહેલી પરશુરામ જયંતિ અને રમજાન ઈદ પહેલા સરકાર આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે એવા નિર્દેશ હાઇકોર્ટે સરકારને આપ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિ માટે કેવા કેવા પગલાં લેવામાં આવશે તેની તમામ જાણ પણ હાઇકોર્ટ સમક્ષ કરવાની રહેશે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારને નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને જરૂરી કાર્યવાહીના બાબતના મુદ્દાઓનું વિસ્તૃત સોગંદનામું 20 એપ્રિલ સુધીમાં કોર્ટમાં રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.