અમદાવાદ: રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઇને થયેલા માનહાનિના કેસ મામલે હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી શરૂ થઇ ચુકી છે. એડવોકેટ નાણાવટી રજુઆત કરતા જણાવ્યું હતું કે, 'કોર્ટે ગુનાની ગંભીરતા અને મોટાભાગે સમાજ પર તેની શું અસર પડે છે તે ધ્યાનમાં લેવું જોઈએ. નિવેદન આપનારને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેને 2 વર્ષ કે તેથી વધુની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે જે ગુનાની ગંભીરતા દર્શાવે છે.'
અભિષેક મનુ સિંઘવીની દલીલ: સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી રાહુલ ગાંધી વતી જવાબમાં દલીલ કરતા જણાવ્યું હતું કે કલમ 389 કોઈ ચોક્કસ ગુનો નથી. સિંઘવીએ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના નિર્ણયોને ટાંક્યા છે કે કેવી રીતે કલમ 389 હેઠળની સત્તાએ અસાધારણ સંજોગોમાં વાપરવી જોઈએ અને હાલની અરજી પણ એ જ હેઠળ આવે છે. માનહાનીના કોઈ પણ ચુકાદામાં માનહાનિ એ ગંભીર અને જઘન્ય અપરાધ હોવાનું જણાવાયું નથી તો પછી ફરિયાદ પક્ષ કયા આધારે કહે છે કે બદનક્ષી ગંભીર ગુનો છે? સિવાય કે તમે કોઈ વ્યક્તિને નાપસંદ કરો છો. શા માટે તેઓ અપીલકર્તાને ગેરલાયક ઠરવાનો આગ્રહ કરી રહ્યા છે?
'દોષિત ઠર્યા પછી પણ તેઓ ટિપ્પણી કરવાનું બંધ કરતા નથી. તેઓ જાહેર મંચ પરથી બોલી ચુક્યા છે ભાજપે મને અત્યાર સુધીની આપેલી આ સર્વશ્રેષ્ઠ ભેટ છે. તો પછી તે હવે શા માટે ડરે છે? આ ભેટ તમારી પાસે રાખો. તેઓએ જાહેર મંચ પરથી કહ્યું છે કે મારું નામ ગાંધી છે અને હું સાવરકર નથી અને માફી માંગીશ નહીં' -નિરુપમ નાણાવટી, ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ
ફરિયાદીના વકીલની દલીલ: ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ નિરુપમ નાણાવટીએ કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, 'કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા નથી, સંસદે તમને ગેરલાયક ઠેરવ્યા છે. ફરિયાદીએ પણ તેમને ગેરલાયક ઠેરવ્યા નથી તેથી તમે એવી દલીલ ન કરી શકો કે તમને સંસદ પદનું નુકશાન થઈ શકે છે અથવા થઈ રહ્યું છે. આ કાયદો સંસદે જ બનાવ્યો છે.
રાહુલ ગાંધીનું વલણ વિરોધાભાસી: નિરુપમ નાણાવટી આપતા જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીના વલણમાં વિરોધાભાસ છે. જાહેરમાં તેઓ અલગ બોલે છે પરંતુ કોર્ટરૂમમાં તેમને પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. રાહુલ ગાંધી પબ્લિકમા માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે. રાહુલ ગાંધી સામે કેમ્બ્રિજમાં વીર સાવરકર વિરુદ્ધ બોલવા બદલ તેમની સામે ઓછામાં ઓછા બેથી ત્રણ વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ સુરત કેસ બાદ દાખલ કરવામાં આવ્યા છે. સાવરકર વગેરે વિશેની તેમની ટિપ્પણીઓ તેમનું આચરણ દર્શાવે છે.'
રાહુલ ગાંધીને બે વર્ષની સજા: રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઇને માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી છે. આ સજા ઉપર સ્ટે મેળવવા માટે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં શનિવારે આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી તરફથી દલીલો કરી હતી. જ્યારે પુર્ણેશ મોદી તરફથી એડવોકેટ નાણાવટીએ પક્ષ મૂક્યો હતો.
આ પણ વાંચોઃ Bihar fire incident: અચાનક આગ લાગવાને કારણે ઊંઘમાં જ છોકરીઓના મોત, અનેક ઘાયલ