ETV Bharat / state

Illegal Slaughterhouses: ગેરકાયદેસર કતલખાના મુદ્દે હાઇકોર્ટનું સ્પષ્ટ વલણ, લાયસન્સ વિના કોઈપણ દુકાનદાર માંસનું વેચાણ નહિ કરી શકે

રાજ્યમાં આવેલા ગેરકાયદેસર કતલખાના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું હતું. રાજ્ય સરકારે કહ્યું હતું કે કોઈપણ દુકાનદારને લાઇસન્સ વિના મિટ્સ શોપ ચાલુ નહીં થવા દે. આ કેસ મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

Illegal Slaughterhouses:
Illegal Slaughterhouses:
author img

By

Published : Mar 31, 2023, 10:09 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના અને ખરાબ માસનું વેચાણ કરતા વેપારીઓને સામે થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. હાઇકોર્ટમાં આજે વધુ એક વખત આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગેરકાયદેસર કતલખાના નહીં ખોલવા બાબતે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું હતું. લાઇસન્સ વિના સરકાર કોઈપણ મીટ શોપ ચાલુ નહીં થવા દે એવું સરકારે સ્પષ્ટ કર્યું હતું.

રમજાનને લઈને કરાઈ હતી રજૂઆત: આ સમગ્ર મામલે દુકાનદારો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે વચગાળાના સમય માટે ધંધાને ચાલુ રાખવા દેવાની છૂટ આપવામાં આવે. દુકાનદારોએ લાયસન્સ મેળવવા માટે સમય માંગ્યો છે અને જ્યાં સુધી લાઇસન્સ ના મળે ત્યાં સુધી વચગાળાનો ધંધો યથાવત રાખવા દેવા માટેની માંગણી કરી છે.

શું કહ્યું હાઈકોર્ટે: જોકે હાઈકોર્ટે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે લાયસન્સ વિના કોઈપણ દુકાન સરકાર ચાલુ નહીં થવા દે . જો લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ માંસ જ વેચવા દેવા માટે છૂટ આપવામાં આવશે. દુકાનદારોએ પોતાના દુકાનોમાં હાઈજીનનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ પ્રકારની બિન આરોગ્યપ્રદ માંસને ચલાવી લેવામાં આવશે નહીં. સરકારે રાજ્યમાં 2147 લાયસન્સવાળા માંસાહાર દુકાનો અને પ્રોસેસિંગ યુનિટ હોવાની પણ વાત કરી હતી.

આ પણ વાંચો: Illegal Slaughterhouses : ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટે સરકારને દુકાનદારો માટે વલણ સ્પષ્ટ કરવા કર્યો નિર્દેશ

ચુકાદો અનામત: સરકારે આ મુદ્દે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, સરકારે દ્વારા કાયદાએ આપેલી વ્યાખ્યા મુજબ કાર્યવાહી કરી છે. જ્યાં સુધી તે કાયદાની વ્યાખ્યાને પડકારવામાં ના આવે કે વ્યાખ્યામાં ફેરફાર ના થાય ત્યાં સુધી સરકાર કોઈ રાહત આપી શકે નહીં. આ સમગ્ર મામલે, તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ જાહેરહિતની અરજી પર સુનાવણી પૂર્ણ કરી છે અને ચુકાદો અનામત રાખ્યો છે. મહત્વનું છે કે આવનારા સમયમાં આ મુદ્દે ચુકાદો આવશે ત્યારે મહત્વના નિર્ણયો હાઇકોર્ટ દ્વારા લેવાય શકે છે.

આ પણ વાંચો: Gujarat high Court: લાયસન્સ હોવા છતાં નોનવેજની દુકાને સીલ કરવામાં આવી, વેપારીઓ કોર્ટના દ્વારે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.