અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવમાં આવ્યું છે કે 8, 9 જુલાઈની તમામ મેટરની સુનાવણી 13 અને 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.
આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરબમાં આવી છે. નોંધનીય છે કે સોમવારથી હાઈકોર્ટ વધુ બેન્ચ સાથે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી જોકે શનિવારે નવા 6 કેસ આવતા હવે ફરીવાર શુ નિણર્ય લેવામાં આવશે તેના પર હાલ સસ્પેન્સ છે.
હાઇકોર્ટે સાવચેતીના ભાગરૂપે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને હોમ-ક્વોરન્ટાઇન થવાનો ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા આદેશ કરાતા હવે નવા સ્ટાફ થકી કામગીરી કરવામાં આવશે કે કેમ એ અંગે હાલ કોઈ નિણર્ય લેવાયો નથી.
ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના જે વિભાગમાં વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે.