અમદાવાદ : ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં ન આવતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને વિગતવાર સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશને લઇ સુઓમોટો : ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુઓમોટો દાખલ કરી છે. દેશની વડી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યમાં પોલીસ વિભાગને લઈને શું પરિસ્થિતિ છે તેમજ પોલીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે તે વિગતો માટે સુઓમોટો અરજી દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા હતાં. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરતાં ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો અરજી દાખલ કરી હતી અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં ન આવતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ
સરકારે જવાબ રજૂ ન કર્યો : લીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે તે વિગતો માટે સુઓમોટોના પગલે હાઇકોર્ટે ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. પરંતુ આજે સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં ન આવતા રાજ્ય સરકારને સવાલ કર્યા હતા કે, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આદેશ કર્યો હોવા છતાં પણ કેમ હજુ સુધી જવાબ રજૂ કરવામાં આવ્યો નથી?
હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી : ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે આ સુઓમોટો અરજી કરવામાં આવી છે એ અરજીમાં પોલીસને લગતી તમામ બાબતોનો ખુલાસો રાજ્ય સરકાર અને તેના સંબંધિત વિભાગો પાસે માંગવામાં આવ્યો છે.અનેક મુદતો વીત્યા બાદ પણ હાઇકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં ન આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારના આ વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો High Court : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા
સરકારી વકીલને કોર્ટ રૂમમાં બોલાવાયા : આજે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવતા કોઈપણ પ્રકારનું સોગંદનામુ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં ના આવતા હાઈકોર્ટે ભારે નારાજ થઇ હતી. હાઈકોર્ટ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે સરકારી વકીલને કોર્ટ રૂમમાં બોલાવવામાં આવીને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સુઓમોટો કેમ : મહત્વનું છે કે રાજ્ય સરકારે 2017 માં હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી એ પ્રમાણે 28,580 જગ્યાઓ પોલીસ ખાતામાં ખાલી હોવાની રજૂઆત કરી હતી. આ મામલે હાલમાં અત્યારે પોલીસ ખાતામાં શું પરિસ્થિતિ છે તેમાં મામલે હાઇકોર્ટે જવાબ માંગ્યો હતો.પોલીસ વિભાગમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેમજ પોલીસના કામના કલાકો ભરતી સહિતના મુદ્દા ઉપર હાઇકોર્ટે આ સુઓમોટો અરજી લીધેલી છે. આ સાથે જ હાઇકોર્ટેડ રાજ્ય સરકારને પોલીસ કમિશન અને પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને પણ ટકોર કરી હતી.
સરકાર પાસે માહિતી જ નથી : જોકે સરકારેે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલમાં જે પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવી છે તે બાદ કેટલી જગ્યાઓ ખાલી છે તેની કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી. હાઇકોર્ટે આ મામલે સરકારને વિગતવાર સોગંદનામુ રજૂ કરવા ટકોર કરી છે અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.