ETV Bharat / state

Gujarat High Court News : કોમી તોફાનો અટકાવવા મુદ્દે હાઇકોર્ટે કર્યો મોટો નિર્દેશ, સરકારે આપી આ બાંહેધરી - PIL on prevention of communal riots

રાજ્યના ધાર્મિક કાર્યક્રમોમાં થતાં કોમી તોફાનો રોકવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને યોગ્ય પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.

Gujarat High Court News : કોમી તોફાનો અટકાવવા મુદ્દે હાઇકોર્ટે કર્યો મોટો નિર્દેશ, સરકારે આપી આ બાંહેધરી

author img

By

Published : Apr 21, 2023, 8:12 PM IST

કોમી તોફાનોના મુદ્દે પગલાં લેવા માટે નિર્દેશ

અમદાવાદ : રાજ્યના ધાર્મિક કાર્યક્રમોમાં ઝૂલુસોમાં કોમી તોફાનો થતા હોય છે. જેના કારણે રાજ્યમાં અશાંતિ ફેલાય છે. આવા કોમી તોફાનો અટકવા જોઈએ અને આ બાબતે જરૂરી પગલાં લેવા જોઈએ તેવી એક જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ બાબતે આજે વધુ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં ધાર્મિક કાર્યક્રમોમાં પોલીસ યોગ્ય રીતે વ્યવસ્થા કરતી નથી. સુરક્ષા અને વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળતો હોય છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતાં.

હાઇકોર્ટે નિર્દેશ આપ્યાં : રશુરામ જયંતિ તેમજ રમજાન ઈદ જેવા તહેવારો પણ એક સાથે આવી રહ્યા છે. ત્યારે અરજદાર દ્વારા કોઈ પણ પ્રકારની અઇચ્છનીય ઘટનાના બને તે માટે પણ પોલીસે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગ પણ કરવામાં આવી હતી. જેનો હાઇકોર્ટે સ્વીકાર કર્યો છે. 22મીને આવતીકાલે આવતા તહેવારોમાં પોલીસને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો Thug Kiran Patel: મહાઠગ કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ

આ પ્રકારની વ્યવસ્થા દર વખતે કરવી પડશે : અરજદારના વકીલ કોષ્ટિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં કોઈપણ ધાર્મિક તહેવારોમાં કોમી તોફાનો થયા છે. રાજ્યની શાંતિ ડહોળાય નહીં તે માટે આ જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અરજીના પગલે હાઇકોર્ટ રાજ્યમાં થતા કોમી તોફાનોના મુદ્દે પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે. હવે જ્યારે પણ રાજ્યમાં આવે કોઈ પણ પ્રકારની રેલી કે કાર્યક્રમ હોય ત્યારે આવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે એવો કોર્ટે હુકમ કર્યો છે.

સરકારની એફિડેવિટ : રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં લોકલ પોલીસની સાથે હવે એસઆરપી ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તાર અને પોઇન્ટની ઓળખ પણ ઊભી કરવામાં આવશે. કોઈપણ કાર્યક્રમમાં કે જુલુસમાં વધારાની પોલીસ ફોર્સને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. સોશિયલ મીડિયામાં નજર રાખવા માટે પણ સાયબર પોલીસને જાણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો Modi surname defamation case: સાંસદ પદ મેળવવા માટે રાહુલ ગાંધી તરફથી કરાયેલી આ પાંચ દલીલોને પણ સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી નથી

પોલીસ ફોર્સ ગોઠવી દેવાઇ : આવતીકાલે રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના મોટા તહેવારો એક સાથે આવી રહ્યા છે. તે દિવસે કોની રમખાણો થવાના જે ભીતિ દર્શાવવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં બાંહેધરી આપવામાં આવી હતી કે આવતીકાલેના તહેવાર માટે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. કોઈપણ પ્રકારના છમકલા ન થાય તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ ઉભી કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.