અમદાવાદ : ગુજરાતમાં જજ બનવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં એક સિવિલ જજની પરીક્ષાના ઉમેદવાર દ્વારા અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટની રજીસ્ટ્રી શાખા દ્વારા ઉમેદવારને ગેરલાયક ઠેરવ્યા હતા. વહીવટી વિભાગના આ નિર્ણય સામે ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે જજ બનવા માટે રાજ્ય માન્ય બોર્ડમાં અભ્યાસ જરૂરી છે. આ સાથે જ જજ બનવા માટે ગુજરાતી ભાષા પણ જરૂરી છે.
શા માટે થઇ હતી અરજી : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, સિવિલ જજ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારે હાઇકોર્ટની વહીવટી શાખામાં નોંધણી કરાવી હતી. જ્યારે સિવિલ જજના ઉમેદવારી માટે થઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતાં સમયે સામે આવ્યું હતું કે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ગુજરાતી ભાષા ભણ્યાx નથી. હાઇકોર્ટની વહીવટી વિભાગે તમામ ડોક્યુમેન્ટ તપાસતા ઉમેદવારને ગેરલાયક ઠેરવ્યા હતાં. ઉમેદવારે ઓપન બોર્ડમાંથી ગુજરાતી વિષયનો અભ્યાસ કર્યો હોવાથી તેમને ગેરલાયક ફેરવવામાં આવ્યા હતાં. હાઇકોર્ટના વહીવટી વિભાગના આ નિર્ણય સામે ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો Gujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી
હાઇકોર્ટે અરજદારની અરજીને ફગાવી : આ અરજીની સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે અરજદારની અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવતા હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે જો તમે રાજ્યના માન્ય બોર્ડમાંથી ગુજરાતી નથી ભણ્યા તો જજ બની શકશો નહીં. જજ બનવા માટે રાજ્યના માન્ય બોર્ડમાંથી ગુજરાતી ભાષા ભણવી જરૂરી છે. ઓપન બોર્ડમાંથી ગુજરાતી વિષય ભણ્યા હોય તો તે માન્ય ગણાશે નહીં.
અરજીને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી : જજ બનવા માટે રાજ્ય માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ હોવો જરૂરી છે. આ સાથે જ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી વિષય ભણેલો હોવો પણ એટલો જ જરૂરી છે. હાઇકોર્ટના આ ચુકાદાની સાથે જ હાઇકોર્ટના વહીવટી વિભાગના નિર્ણયને ન્યાયપીઠે યોગ્ય ઠેરવ્યો હતો અને અરજદારની અરજીને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો Gujarati Language: અંગ્રેજી ભાષાનો ક્રેઝ હવે સરકાર ઉતારશે, શિક્ષણવિદે પાયાના નિર્ણયને પોંખ્યો
ગુજરાતી ભાષાના મહત્વનો સ્વીકાર કરાયો છે : મહત્વનું છે કે, ગુજરાતી ભાષાના મહત્વને લઈને સરકાર દ્વારા પણ વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં પણ ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપ્યો હતો કે ગુજરાતી ભાષામાં કોઈપણ બોર્ડ હોય પરંતુ પ્રાથમિક એકથી આઠમાં ફરજિયાતપણે ગુજરાતી ભાષા શિક્ષણનું ભણાવવામાં આવશે અને જે પણ શાળાઓ ગુજરાતી ભાષાનું શિક્ષણ નહીં ભણાવે તેમની સામે દંડ કરવામાં અથવા તો પગલાં લેવામાં આવશે.