ETV Bharat / state

Gujarat High Court News : સુરતની શાળાઓમાં ગુજલિશ પ્રોજેક્ટ અંગે ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો - અંગ્રેજી

ગુજરાત હાઇકોર્ટમાં સુરતની સ્કૂલોમાં ચાલતા ગુજલિશ પ્રોજેક્ટ અંગે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદાર પ્રીયેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી ભાષાના આગ્રહના કારણે વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

Gujarat High Court News : સુરતની શાળાઓમાં ગુજલિશ પ્રોજેક્ટ અંગે ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો

author img

By

Published : Jul 18, 2023, 9:11 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે સુરતની શાળાઓમાં ચાલતા ગુજલિશ પ્રોજેક્ટ અંગે સરકારને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં ધોરણ 1 થી 10 માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને માતૃભાષાનું શિક્ષણ અંગ્રેજીમાં મળે એ જાહેર અરજીમાં જવાબ રજૂ કરવા માટે સરકારને આદેશ આપ્યો છે.

જવાબ દાખલ કરાતો નથી : આ સમગ્ર મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આ જાહેરહિતની અરજીનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈએ જ જવાબ દાખલ કરવામાં આવ્યો નથી.આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો પણ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2016માં સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક ગુજલિશ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતી માધ્યમની શાળાઓએ પોતાના મૂળભૂત અને પ્રાથમિક વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના મુખ્ય ટોપીક્સને અંગ્રેજી ભાષામાં શીખવવા આવે એવું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય હતો.

પાયલોટ પ્રોજેક્ટમાં અમુક શાળાઓની પસંદગી : આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી ભાષા જોડવામાં આવે.જેનાથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં સારું એવું પ્રદર્શન કરી શકે અને તેમની અંગ્રેજીમાં ગ્રીપ પણ વધે એટલા માટે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત જિલ્લાની અમુક શાળાઓની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વિવિધ શાળાઓમાં આનો અમલ કરવામાં આવે.

માતૃભાષા શિક્ષણ અંગ્રેજીમાં : જોકે અરજદાર દ્વારા એવું પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટ પાછળનો જે ઉદેશ્ય હતો તે એક પણ સિદ્ધ થયો નથી. પરંતુ આ પ્રયોગના કારણે વિદ્યાર્થીઓના સારા એવા પ્રદર્શનમાં ઘટાડો પણ નોંધાયો છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓ નિષ્ફળ બની ગયા છે. વિદ્યાર્થીઓ પોતાના માતૃભાષાના શિક્ષણને અંગ્રેજી સાથે શીખવાથી તેને સમજવામાં અસમર્થ છે.

પ્રોજેક્ટને અટકાવવા માગ : આના કારણે ઘણા બધા વાલીઓ તથા વિદ્યાર્થીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે એવા ઘણા બધા પરિવારો છે કે જેમાં કોઈ પણ અંગ્રેજી ભાષાથી સારી રીતે વાકેફ નથી તેથી આ પ્રોજેક્ટને અટકાવવો જોઈએ અને કોઈપણ પ્રકારના સંશોધન વિના અમલમાં મૂકવો જોઈએ નહીં. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ શિક્ષણ અધિકારીઓને 10 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

  1. Vadodara News : અંગ્રેજીનું વધતું પ્રભુત્વમાં વડોદરામાં માત્ર એક જ શાળા ચાલુ, મરાઠી માધ્યમની સ્કૂલોનો યુગ અસ્તાચળ તરફ
  2. Gujarat High Court News : આજીવન કેદની સજા મોકૂફ રાખતી ગુજરાત હાઇકોર્ટ, નિવૃત્ત આઈએએફ અધિકારીઓને રાહત
  3. Kiran Patel Case : મેટ્રો કોર્ટે કિરણ પટેલની અરજી ફગાવતા હવે સેશન્સ કોર્ટમાં કરી નિયમિત જામીનની અરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.