ETV Bharat / state

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક - ગુજરાત હાઈકોર્ટ 5 જ્યુડિશિયલ

ગુજરાત હાઇકોર્ટને નવા પાંચ જજ મળ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક કર્યા છે. કોલેજીયમ દ્વારા જે પાંચ નવા ન્યાયાધીશોના નામોની ભલામણ કરવામાં આવી હતી તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

Gujarat High Court : 5 જ્યુડિશિયલ ઓફિસરને કેન્દ્ર સરકારે બનાવ્યા હાઇકોર્ટના જજ

author img

By

Published : Mar 16, 2023, 9:21 AM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશો માટે 2 માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ભલામણ કરી હતી. જે નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ પાંચ ન્યાયાધીશોમાં સુસાન પિન્ટો, હસમુખ સુથાર, જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે, દિવ્યેશ જોશીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ગુજરાતી ન્યાયાધીશ છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

  • As per the relevant provisions under the Constitution of India, the following Judicial Officers are appointed as Judges of High Court of Gujarat. pic.twitter.com/el4UMbpCgO

    — Kiren Rijiju (@KirenRijiju) March 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઠરાવમાં ન્યાયાધીશોને લઈને જણાવવામાં આવ્યું : સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટ માટે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણુક કરવામાં આવે છે. સૌ કોઈની સર્વ સંમતિથી 26 સપ્ટેમ્બર 2022ના રોજ આ નામોની ભલામણ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલે પણ ભલામણ સાથે સંમતિ દર્શાવી હતી એવું ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.

ન્યાયાધીશો અનુભવી : કોલેજીયમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભલામણ કરનારાઓ ન્યાયાધીશો અનુભવી અને ન્યાયિક અધિકારીઓ છે. સુપ્રીમ કોર્ટની કોલેજે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને ફાઈલમાં ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલા તમામ અવલોકનો સહિત રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીની પણ ચકાસણી અને મૂલ્યાંકન કર્યું હતું. કોલેજીયમે એ પણ નોંધ્યું હતું કે, IB અભિપ્રાય આપ્યો છે કે તમામ ન્યાયાધીશો વ્યવસાયિક દ્રષ્ટિએ સારા અભિગમ ધરાવે છે. આ સાથે જ તેઓ પ્રામાણિક તેના સંદર્ભમાં પણ કંઈ પણ પ્રતિકૂળ આવે એવું નથી.

આ પણ વાંચો : Gujarat High Court News : પ્રદીપ શર્માની મુશ્કેલી વધી, ગુજરાત હાઇકોર્ટે ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી

ન્યાયાધીશોના અભિપ્રાયને ધ્યાનમાં રાખી બઢતી : આ તમામ ન્યાયાધીશોની બધી બઢતીની ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટની કોલેજીયમ, હાઇકોર્ટની જજમેન્ટ કમિટીના અહેવાલ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે આપેલા ચુકાદાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના અહેવાલ અને અધિકારીઓની યોગ્યતાના સંદર્ભમાં સલાહકાર અને વિવિધ ન્યાયાધીશોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આ બઢતી આપવામાં આવે છે.

આ પણ વાંચો : Gujarat High Court News : જજ બનવા માટે રાજ્ય માન્ય બોર્ડમાંથી ગુજરાતી વિષયનો અભ્યાસ જરૂરી, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

હાઇકોર્ટમાં 28 જગ્યા ખાલી : મહત્વનું છે કે, 1 માર્ચ 2023થી ગુજરાત હાઇકોર્ટ માત્ર 24 જજો સાથે કામ કરી રહી છે. જ્યારે હાઇકોર્ટમાં 52 કાર્યકારી સંખ્યા છે. જે અત્યારે 28 જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી ઘણા ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. તો અમુક વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જોકે સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં બધા જ કાર્યકારી જગ્યાઓ ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.