ETV Bharat / state

Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન

ગીરમાં સિંહની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) જાહેર હિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે આ મુદ્દે ગંભીરતા દાખવી સિંહોને પોતાના વિસ્તારમાં શાંતિથી જીવવા દો, સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ દેખાશે તેવી ટકોર કરી હતી. આ સાથે લાયન સફારીમાં(Lion Safari) ઘટાડો કરવા હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું છે.

Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન
Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન
author img

By

Published : Nov 27, 2021, 9:26 AM IST

  • સિંહની પજવણી મામલે હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ
  • સિંહની પજવણી મુદ્દે વાયરસ ફોટોગ્રાફની હાઇકોર્ટને કરાઇ જાણ
  • સિંહોને પોતાના વિસ્તારમાં શાંતિથી જીવવા દો

અમદાવાદઃ ગીરમાં સિંહની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) જાહેર હિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) ગીરમાં સિંહની થતી પજવણી મામલે નોંધ લેતા જણાવ્યું હતું કે, ગીરમાં સિંહદર્શન(Sinh Darshan Gir) માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે.

7 જીપ્સીએ સિંહણને ઘેરી હતી

ઉલ્લેખનીય છે કે ગીર તલાલામાં આવેલા દેવળીયા પાર્કમાં(Devaliya Park) સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટેના વિડિયો અને ફોટોગ્રાફ્સ પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અરજદારે રજૂઆત કરી હતી કે ટૂરિસ્ટને સિંહણ દર્શન કરવા માટે ત્યાના સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા સિહોને નુકસાન પહોંચે તેવા કીમિયા કરવામાં આવે છે જેના કારણે સિંહોના અસ્તિત્વ જોખમમાં મુકાયા છે.

વાહનોના પ્રવેશવા આપેલી મંજૂરીના કારણે સમસ્યા વધી

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, વાહનોને પ્રવેશવા આપેલી મંજૂરીના કારણે સિંહોનો કુદરતી ક્રમ વિખેરાઈ ગયો છે. તેથી વાહનોની એન્ટ્રી નિયંત્રિત કરવી જોઈએ. વધુમાં આ મુદ્દે કોર્ટે નોંધ્યું હતું કે, આપણે ત્યાં મસાઇમારા જેવી સગવડ ઊભી થવી જોઈએ. એશિયાટિક સિંહ(Asiatic Lions) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે. સિંહોને તેમના વિસ્તારમાં કરવામાં આવતી પજવણીના કારણે જ તેઓ પરેશાન થઈને ગામ સુધી પહોંચી રહ્યા છે. આ સાથે કોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે વિદેશમાં જંગલો અને તેમની ફોરેસ્ટ પોલિસી રિસર્ચ કરો. કોર્ટે એક્ટર અમિતાભ બચ્ચનની(amitabh bachchan) જાહેરાત યે નહી દેખા તો કુછ નહી દેખા ને(ye nahi dekha to kuch nahi dekha) ટાંકી નોંધ કરી હતી કે એ નહીં બચવોગે તો કુછ નહિ દેખોગે જેવો ઘાટ સર્જાશે છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે આપ્યો પાંચ બચ્ચાંને જન્મ

આ પણ વાંચોઃ સાવરકુંડલાના ગોરડકા માર્ગ અકસ્માતમાં સિંહનું થયું મોત, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.