અમદાવાદ રાજ્યભરમાં અને તમામ નાના અને મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ (stray cattle terror in state) યથાવત્ છે. દિવસોના અંતરાલ પછી પણ રખડતા ઢોરના કારણે અનેક લોકોને ઈજા અને મૃત્યુ થવાના સમાચાર સતત સામે આવતા જ રહેતા હોય છે. ગુજરાત હાઈકોર્ટની (Gujarat High Court hearing) અનેકવાર ટકોર કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી એવું લાગી રહ્યું છે. ત્યારે હાઇકોર્ટમાં રખડતા ઢોરના મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં હતી.
HCનું પ્રાથમિક અવલોકન હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે (Gujarat High Court hearing) રાજકોટમાં બનેલી (Stray cattle attack in Rajkot) ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. આ ઘટનામાં નિવૃત્ત આર્મી જવાનને રખડતા ઢોરના કારણે ગંભીર ઈજા પહોંચી હતી. આ સાથે જ રખડતા ઢોરના ત્રાસ વધી રહ્યો હોવાનું ગુજરાત હાઈકોર્ટનું પ્રાથમિક અવલોકન રહ્યું હતું.
કામગીરીમાં ક્ષતિ શોધાશે આ સમગ્ર મામલે એડવોકેટ જનરલે (Advocate General assurance for stray cattle) હાઈકોર્ટને (Gujarat High Court hearing) ખાતરી આપી હતી કે, રખડતા ઢોરના ત્રાસને (stray cattle terror in state) ડામવા માટે થઈને નક્કર કાર્યવાહી કરાશે. તેમ જ કામગીરીમાં જો કોઈ પણ ભૂલ એક ક્ષતિ રહી જાય છે. તો તેને પણ શોધી કાઢવામાં આવ્યા છે. આનાથી મોટા ભાગના પ્રશ્નોને પણ દૂર કરાયા છે અને રખડતા ઢોરના ત્રાસની કામગીરીને પણ ઝડપી (stray cattle terror in state) બનાવાઈ રહી છે.
HCએ આપ્યા નિર્દેશ આ સમગ્ર મામલે અરજદારે હાઈકોર્ટમાં (Gujarat High Court hearing) રજૂઆત કરી હતી કે, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (Gujarat State Legal Services Authority) દ્વારા રજુ કરેલા રિપોર્ટમાં ઓળખ કરાયેલી રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત્ છે. આ મુદ્દે તાકીદે પગલાં લેવા માટે સરકાર જરૂરી કામગીરી એવું પણ અરજદારે સૂચન કર્યું હતું. આ સમગ્ર મામલે તમામ લોકોની સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં કામગીરી કરીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે.