અમદાવાદ: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 2002માં સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર પરના ગાંધી આશ્રમમાં થયેલા કથિત હુમલાના કેસમાં ટ્રાયલ સ્થગિત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે વી કે સક્સેનાને આ કેસમાં જ્યાં સુધી અરજીનો અંતિમ નિકાલ ના થાય ત્યાં સુધી હાઇકોર્ટે વચગાળાની રાહત તરીકે સ્ટે આપ્યો છે. આ સાથે જ આ કેસમાં હાઇકોર્ટે કેન્દ્રને પણ પક્ષકાર તરીકે ઉમેર્યું છે. આ કેસમાં યુનિયન ઓફ ઇન્ડિયાને નોટિસ જારી કરી છે.
29 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી: LG સકસેનાના એડવોકેટ જલ ઉનવાલાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે આ સુનાવણીમાં બીજા અન્ય પાસા ઉપર ધ્યાન આપ્યું જ નથી. બીજા અન્ય પાસાઓને તપાસ થયા વગર જ મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસમાં સ્ટેની માંગણીને ફગાવી દીધી હતી. કલમ 361 હેઠળ સક્સેનાને રક્ષણ આપવામાં આવે. આ કેસમાં વધુ સુનાવણી 29 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘા પાટકર વર્સીસ વીકે સક્સેનાના આ કેસમાં હાઇકોર્ટ ગત સુનાવણીમાં હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હતો.
શું છે સમગ્ર કેસ?: વર્ષ 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અંતર્ગત મેધા પાટકરને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ 7 એપ્રિલ 2002ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા. જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મેધા પાટકર સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી.
નુકસાન પહોંચાડવાના આરોપ: આ ફરિયાદમાં ગેરકાયદેસર સભા રમખાણો તેમજ સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવાના આરોપ તેમની સામે લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ ઇરાદાપૂર્વક અપમાન કરવાનું તેમજ ગુનાહિત ધમકી આપીને શાંતિનો ભંગ કરવાનો પણ આરોપતેમની સામે મૂકવામાં આવ્યા હતા. આ ફરિયાદના પગલે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
PASA Act: દિલ્હીમાં PASA એક્ટને LG દ્વારા મંજૂરી, લાગુ થશે ગુજરાતનો કાયદો !