અમદાવાદ: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 2002માં સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પરના ગાંધી આશ્રમમાં થયેલા કથિત હુમલાના કેસમાં ડિસ્ચાર્જ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે વી.કે સક્સેનાને આ કેસમાં વચગાળાની રાહત આપી હતી. આ કેસમાં હવે 30 જૂનના રોજ હાઇકોર્ટ વધુ સુનાવણી કરશે.
30 જૂન સુધી સ્ટે લંબાવ્યો: મેધા પાટકર વર્સીસ વી.કે સક્સેનાના આ કેસમાં હાઇકોર્ટ ગત સુનાવણીમાં હાઇકોર્ટેડ વચગાળાનો સ્ટે આપ્યો હતો. જો કે આજની સુનાવણી દરમિયાન મેઘા પાટકરના વકીલે જસ્ટિસ સમીર દવેને આજ રોજ સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે તેમની આ વિનંતીને માન્ય રાખી હતી આ કેસમાં ટ્રાયલ પર જે સ્ટે આપવામાં આવ્યો છે તેને લંબાવવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા તેમની આ વિનંતીને ધ્યાનમાં રાખીને હવે 30 જૂનના રોજ વધુ સુનાવણી થશે ત્યારે વી.કે સક્સેના સામે સ્ટે હટાવી લેવામાં આવે છે કે પછી દિલ્હીના ઉપગવર્નર સામે મુશ્કેલીઓ બધી શકે છે તે 30 જૂન ના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.
શું છે સમગ્ર કેસ?: વર્ષ 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અંતર્ગત મેધા પાટકરને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ 7 એપ્રિલ 2002 ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મેધા પાટકર સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી.
વચગાળાની રાહત: દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે સક્સેના આ કેસમાં સ્ટે માટે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વી.કે. સકસેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં તેઓ બંધારણીય હોદો ધરાવે છે તેથી તેમની સામે ટ્રાયલ ચાલી શકે નહીં. જોકે મેટ્રો કોર્ટે તેમની આ અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી જેમાં ગુજરાત હાઇકોર્ટ હાલ તેમને વચગાળાની રાહત આપેલી છે. વી.કે. સકસેના ઉપરાજ્યપાલ પરના હોદા પર હોવાથી તેમને બંધારણીય રક્ષણ મળ્યું હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમની તપાસ સામે હાલ પૂરતો જ સ્ટે આપવામાં આવ્યો છે.