અમદાવાદ : ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે પોક્સો એક્ટ હેઠળનો જે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમાં વધુ એક અરજી કરવામાં આવી છે. આ કેસમાં અરજદાર દ્વારા ઝડપથી ન્યાય મળે અને કેસ ઝડપી ચલાવવામાં આવે તે મુદ્દે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગુજરાત હાઇકોર્ટમાં પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસ મુદ્દે અરજદાર દ્વારા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે જે આ કેસ ચાલી રહ્યો છે. તેની ઝડપથી સુનાવણી કરવામાં આવે અને ઝડપથી ન્યાય અપાવવા માટે વિનંતી કરવામાં આવી છે.
પરમારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે : ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે એટ્રોસિટીઅને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. તેમના વિરુદ્ધ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જોકે ગજેન્દ્ર પરમાર આની સામે હાઇકોર્ટમાં અરજી કરેલી છે અને હાઇકોર્ટે તેમની આ અરજીને માન્ય રાખીને અત્યારે તેમની ધરપકડ સામે સ્ટે મૂકવામાં આવ્યો છે. ચુકાદાને અનામત રાખવામાં આવ્યો છે. જે હવે અરજદાર દ્વારા ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ વધુ એક અરજી કરી લેવામાં આવી છે અને ઝડપથી ન્યાય માટે માંગણી કરી છે, ત્યારે હવે ગજેન્દ્ર પરમારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : પ્રેમમાં પડતા કોલેજના નવ-યુવાનોને પોકસો વિશે માહિતગાર કરવા જરૂરીઃ હાઈકોર્ટ
શું હતો સમગ્ર મામલો : વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગજેન્દ્રસિંહ પરમાર જેસલમેર જઈ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ જેસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા અને આ સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરુદ્ધ મહિલાએ કરેલા શારીરિક શોષણનાના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો.
આ પણ વાંચો : હાઇકોર્ટ દ્વારા પોકસો અને એટ્રોસિટી એક્ટને લઈને એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો
ફરીયાદીની ધમકી મળતી : જોકે મહિલા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. જેને કારણે તેને માર્ચ 2022માં સતત ધમકીઓના કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહત્વનું છે કે, અત્યારે તો હાઇકોર્ટે આ કેસ પર ચુકાદો અનામત રાખ્યો છે, પરંતુ હવે ગજેન્દ્રસિંહ પરમાર સામે વધુ એક અરજી દાખલ કરવામાં આવતા આ કેસમાં ટૂંક સમયમાં ચુકાદો આવવાની તમામ શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સજા થાય છે કે પછી તેમને ધરપકડ કરવામાં આવે છે. તે હાઇકોર્ટના ચુકાદા પર નિર્ભર રહે છે.