ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ અરજી દાખલ કરી - President Yatin Ojha

ગુજરાત હાઇકોર્ટે બાર એસોસીએશનના પ્રમુખ યતિન ઓઝા સામે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે. જેથી તેની સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ અરજી દાખલ કરી

author img

By

Published : Jun 10, 2020, 7:37 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે બાર એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે.

જેમાં પૈસાવાળા વર્ગના કેસની લિસ્ટિંગ જલ્દી થાય છે. આ આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે યતીન ઓઝા પાસેથી 16મી જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિનિયર વકીલ યતિન ઓઝા પાસેથી સિનિયર પદ પણ લેઈ લેવાની ચીફ જસ્ટિસ વિક્રમનાથને ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટે યતીન ઓઝા સામે દાખલ કરેલી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશનમાં યતીન ઓઝા દ્વારા કરવામાં આવેલા ફેસબુક લાઈવમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા.

યતિન ઓઝા રજીસ્ટ્રીમાં લાંચ લેનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ સાથે 11મી જૂનના રોજ હાઈકોર્ટ ગેટ નંબર 2 બહાર મરણોપ્રાંત ઉપવાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.