અમદાવાદઃ ગુજરાતના આરોગ્યવિભાગ દ્વારા કોરોનાની સારવાર અને આરોગ્ય સંબંધિત મદદ મેળવવા માટે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ ગુજરાતની જનતા કરી શકે છે. કોરોના અંગે વધુને વધુ લોકો જાગૃત બને અને કોરોના સામે રક્ષણ મેળવવા સાવચેતી અપનાવે તે ખૂબ જરૂરી છે, જેના માટે 104 હેલ્પલાઈન મદદરૂપ સાબિત થઈ રહી છે.
ગાંધીનગર-હેલ્પલાઈન નંબર 104 પર તારીખ 23-03-2020ના રોજ કુલ કોરોનાની સારવાર સંબંધિત 2,424 કોલ આવ્યાં હતાં, જે તમામ કોલને ક્લોઝર લેવલ સુધી આરોગ્યવિભાગ દ્વારા લઈ જવામાં આવ્યાં છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરનાર લોકોને યોગ્ય માહિતી અને સમસ્યાનું સમાધાન મળ્યુંં છે કે નહીં તે માટે આરોગ્યવિભાગ દ્વારા 204 લોકોને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું. જેમાંથી 138 લોકોએ ફોન ઉપાડ્યાં હતાં.
હેલ્પલાઈન તરફથી આપવામાં આવેલી માહિતી અને સેવાઓ અંગે 112 લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હોવાનું આરોગ્યવિભાગના મુખ્ય સચીવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.