ETV Bharat / state

કોરોના સામે લડવા ગુજરાત તૈયારઃ બેડ, ઓક્સિજન, દવાઓ અને વેક્સિન પુરતા હોવાનો સરકારનો દાવો - સુરતમાં તંત્ર એલર્ટ

ચીનમાં કોરોનાએ નવેસરથી માથું ઊંચકયું છે અને કોરોનાનો નવો વાયરસ આવ્યો છે.(Corona cases in Gujarat) જેને પગલે ભારત ચિંતાતુર છે. જો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આગોતરી તૈયારીઓ(preparation against Corona) આરંભી દીધી છે. ગુજરાત કોરોના સામે લડવા તૈયાર (Gujarat health department preparation) છે. બેડ, ઓક્સિજન, દવાઓ અને વેક્સિન પુરતા પ્રમાણમાં હોવાનો દાવો કરાયો છે. જાણો ઈ ટીવી ભારતનો સમગ્રદર્શી અહેવાલ.(etv bharat report on corona virus)

કોરોના સામે લડવા ગુજરાત તૈયારઃ
કોરોના સામે લડવા ગુજરાત તૈયારઃ
author img

By

Published : Dec 23, 2022, 10:10 PM IST

અમદાવાદ: ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે(Corona cases in Gujarat). જે સમાચાર આવતાં ભારત સરકાર અને રાજ્યોની સરકારો એલર્ટ મોડમાં(State governments in alert mode) આવી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગની સરકાર સાથે સતત બઠકો ચાલી રહી છે અને કોરોના પોઝિટિવ કેસ આવે તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.(Gujarat health department preparation against Corona) ખાસ કરીને ગુજરાત સરકારે તમામ સેન્ટરોમાં કોવિડ વોર્ડ અને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે કે નહી તેની ચકાસણી કરી લીધી છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું મોકડ્રીલ પણ યોજાયું હતું.(Corona case update)

ઓક્સિજન પ્લાન્ટ શરૂ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ડો.રાકેશ જોષીએ ETV Bharatને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટની ચકાસણી કરી દેવામાં આવી છે અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. એન્જિનિયર અને તબીબોએ મળીને મોકડ્રીલ યોજી હતી. તમામ ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કમાં જનરેટર પ્લાન્ટ લિક્વિડ ઓક્સિજન ટેન્કની અમદાવાદ હોસ્પિટલમાં જે સુવિધા છે તે પણ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે.

ઓક્સિજનની કોઈ અછત નહી સર્જાય: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર છે, જ્યારે 600થી વધારે ઓક્સિજન કન્સટ્રેટર પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ જે છે તે માત્ર 5300 લીટર પર મિનિટથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકે તેવી વ્યવસ્થા છે. એટલે કે ઓક્સિજનની કોઈ અછત ન સર્જાય તેવી પ્રકારની વ્યવસ્થાઓ અસારવા સિવિલ હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે.

1200 બેડ હોસ્પિટલ તૈયાર: અમદાવાદના અસારવામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની સૂચના બાદ 1200 બેડ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે વોર્ડ તૈયાર કરાવ્યા છે. 1200 બેડ હોસ્પિટલમાં હાલ બે વીંગ તૈયાર કરાઈ છે, જેમાં એક સાથે 80 દર્દીઓ આવે તો પણ દાખલ કરવાની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સંભવિત કોરોના વેવને લઈને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

સોલા સિવિલમાં કોવિડ વોર્ડ શરૂ કરાયો: અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટરથી લઈને ઓક્સિજનની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શહેરમાં શંકાસ્પદ કેસ સામે આવતા સોલા સિવિલની અંદર આવતા તમામ દર્દીઓને માસ્ક વગર પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે છેલ્લા સાત દિવસમાં ઓપીડી વોર્ડની અંદર માત્ર 20 જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આજ (શુક્રવાર) બપોર સુધીમાં 10 જેટલા લોકો સામેથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
ભાવનગરમાં વેક્સિનની અછત: ભાવનગર શહેર સાતથી આઠ લાખ જેટલી વસ્તી શહેર ધરાવે છે. ભાવનગર શહેરમાં 23 ડિસેમ્બર, 2022ના રોજ 200 કોવિશિલ્ડ વેકસીન પૂર્ણ થઈ ગઈ છે અને 300 જેટલી કો વેક્સિનનો છેલ્લો સ્ટોક હતો, જેમાંથી આવતીકાલ 24 તારીખ માટે માત્ર 150 ડોઝ છે. જે પણ આવતીકાલ 24 ડિસેમ્બર એક્સપાઈરી ડેટ પૂર્ણ થઈ જશે. ત્યારે આગામી દિવસોમાં વેક્સિન આપવા માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે વેક્સિન માટેની માંગ મૂકી છે. બે દિવસમાં ચીનથી આવેલા શખ્સ પોઝિટિવ અન્ય બાદ વેક્સિન 672 લોકોએ લીધી છે.

SSGમાં ઓક્સિજનના 7 પ્લાન્ટ કાર્યરત: વડોદરામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSGમાં આજથી ઓક્સિજનના તમામ 7 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના ફરી એકવાર માથું ઊંચકે તે પૂર્વે હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દેવેશ પટેલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં બુસ્ટર ડોઝ બાબતે માહિતી માંગતા કહ્યું આ બાબતે મને કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકારમાંથી આવશે ત્યારે જણાવીશ. તેવું કહી છટકી ગયા હતા.

સયાજી હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર: વડોદરામાં કોરોના સંક્રમણને લઈને સયાજી હોસ્પિટલ ખાતે 575 બેડ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ અહીં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોઈપણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ કોર્પોરેશન દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ કોઈ પણ ગાઈડલાઈન બહાર નથી પડાઈ. પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસથી કોર્પોરેશન પગલાં લેશે.

જરૂરિયાત મુજબની તૈયારીઓ: વડોદરાના મેડિકલ સુપ્રિડેન્ટન્ટ ડો.રંજન ઐયરે ETV Bharatને જણાવ્યું હતું કે BF.7 જે કેસ આવેલ છે. જે 3 મહિના અગાઉનો કેસ છે અને હોમ એસોલશનની સારવારના અંતે સંપૂર્ણપણે સ્વસ્થ થયેલા છે. કોરોનાના ત્રણ વેવ આવીને ગયા છે. ત્યારે લોકોને અપીલ કરું છું કે લોકમેળો, હાથ મિલાવવા, વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવું આ તમામ બાબતો ધ્યાનપૂર્વક લેવાય તો ચોથા વેવમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. તમામ વેન્ટિલેટર, ઓક્સિજન તથા બેડ સહિતની સુવિધાઓ તૈયાર છે. હાલમાં 40 હજાર લીટર જેટલા લિકવિડ મેડીકલ ઓક્સિજન છે. હાલમાં 22 આઇસોલેશન ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ અમે તૈયારી કરીશું.

જૂનાગઢમાં નથી વેક્સિન: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા પાંચ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા માટે વહેલી સવારથી જ લોકો આવી રહ્યા હતા. પરંતુ હજુ સુધી રાજ્યના આરોગ્ય વિભાગે રસીનો એક પણ ડોઝ પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતો નથી કર્યો. તેને લઈને આજે રસીકરણ અભિયાન શરૂ થઈ શક્યુ નથી.

આ પણ વાંચો: કોવિડ 19 હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ ગોઠવવાનું શરુ, અમદાવાદમાં એક્ટિવ કેસ અને બેડ ઉપલબ્ધતા જાણો

સુરત સિવિલમાં 17 ટન ઓક્સિજન સ્ટોકમાં: સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. નવી સિવિલ હોસ્પિટલ તમામ અધિકારીઓ જોડે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગથી વિડિયો કોન્ફરન્સ મારફતે મીટીંગ કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલને પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 300 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત 17 ટન ઓક્સિજન હાજર સ્ટોકમાં છે.

સુરતમાં તંત્ર એલર્ટ: સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર ETV Bharatને જણાવ્યું હતું કે, આજની તારીખમાં ફરીથી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અન્ય દેશોમાં કોરોના કેસ વધ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરામાં એક બે કોરોનાના કેસ આવ્યા છે. તેના આધારે સરકાર તરફથી અમને આદેશ આપવામાં આવ્યો છે કે તમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવી. જે માટે ગઈકાલે જ વીડિયો કોન્ફરન્સથી તમામ અધિકારીઓ જોડે મિટિંગ હતી. આ મિટિંગમાં અમને આદેશ આપવામાં આવ્યો છે કે, હોસ્પિટલના બેડ તૈયાર રાખવા, ઓક્સિજન ટેન્કની ટેસ્ટિંગ ઉપરાંત RTPCR ટેસ્ટિંગ ફરીથી શરૂ કરી દેવું. હાલ રેપિડ ટેસ્ટમાં જિનોમ સિકવન્સિંગમાં ક્યા પ્રકારનો વેરિયન્ટ છે. જેથી એ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

રાજ્ય સરકાર એલર્ટ: ગુજરાતમાં આજે 16,073 લોકોએ વેક્સિન લીધી હતી. આમ ગુજરાત રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે. અને ચારેય બાજુની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે કોવિડ બેડ અને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દીધા છે. તેમજ પુરતો દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દીધો છે. સરકારે વેક્સિન રાજ્યના તમામ સેન્ટરમાં મોકલવાની તજવીજ હાથ ધરી દીધી છે. છેલ્લા ત્રણ દિવસમાં વેક્સિનેશનની સંખ્યા વધી છે. આજે ગુજરાતમાં કુલ 16,073 લોકોએ વેક્સિન લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.