અમદાવાદ: 'કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ મળતો નથી' આ ઊક્તિને સાચા અર્થમાં ખરી કરી બતાવી છે નવ વર્ષની બાળકી સામ્યા પંચાલે. (mount everest girl india record) ચોથા ધોરણમાં અભ્યાસ કરતી અને અમદાવાદના મેમનગરમા રહેતી સામ્યા પંચાલે તેના માતા પિતા સાથે માત્ર નવ વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જે 17,598 ફૂટની ઊંચાઈ આવેલો છે તેને સર કર્યો છે. આટલી ઉંચાઈ સર કર્તાની સાથે જ સામ્યા ભારતની પ્રથમ બાળકી બની ચૂકી છે. તેને ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.
પિતા પાસે જ ત્રણ મહિનાની ટ્રેનિંગ: સામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરવા (mount everest girl india record) માટે થઈને તેના પિતા પાસે જ ત્રણ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. એ માટે ફિઝિકલ ટ્રેનિંગ તેમજ સતત એક કલાક વોકિંગ કરતી હતી. આ સાથે ખાસ કરીને ડાયટ નું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સતત ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ તે આ પર્વતારોહણ માટે સજ્જ થઈ હતી. આટલી નાની ઉંમરમાં 12 દિવસ અને 20 ડિગ્રી તાપમાનમાં સામ્યા એ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ બેઝ સર કર્યું તેની ખાસ વાતચીત ઈટીવી ભારત સાથે કરી હતી.. સામ્યા એ વાત કરતા જણાવ્યું હતું કે, મેં જે માઉન્ટ એવરેસ્ટ બેસ્ટ કેમ્પ સર કર્યો છે. તેનો મને પ્રેરણા મારા પપ્પા પાસેથી મળી હતી. કારણ કે પપ્પા પહેલેથી જ અલગ અલગ પર્વતારોહણ કરી ચૂક્યા છે. તેમને જોઈને જ મને આ માઉન્ટ એવરેસ્ટને સર કરવાની ઈચ્છા થઈ હતી. (Ahmedabad samya panchal mount everest)
આ પણ વાંચો: સુરત S.D.C.Aના આર્ય દેસાઈની પ્રથમ વખત ગુજરાત રણજી ટ્રોફી ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
માઉન્ટ એવરેસ્ટ 20 કેમ્પને ચડાણ દરમિયાનના અનુભવ જણાવતા સામ્યા કહે છે કે, ટ્રેક દરમિયાન મને બધી સિઝનનો અનુભવ થયો હતો. ગરમી, વરસાદ ,સ્નોફોલ અને એક સાથે બધી સિઝનનો અનુભવ મેં આ ટ્રીક દરમિયાન કરી લીધો હતો. જો કે આ ટ્રેક દરમિયાન મારી તબિયત પણ બગડી હતી ત્યારે તેમ છતાં પણ મેં હિંમત રાખી હતી અને હિંમત હાર્યા વગર મેં આ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હતો. હું આ દરમિયાન ખૂબ જ એક્સાઇટેડ હતી પણ મને એવું પણ હતું કે, હું કરી શકીશ કે નહીં મારી તબિયત બગડી જશે તો ? તેમ છતાં પણ તમામ પડકારો વચ્ચે અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા. (gujarat girl samya panchal mountaineer )
સામ્યા કહે છે કે, મેં જ્યારે આ સિદ્ધિ હાંસલ કરીને પાછી ફરી હતી ત્યારે બધા જ મને અભિનંદન થી વર્ષા કરતા હતા. જોકે મારે આ બધી સિદ્ધિ નો શ્રેય મારા માતા-પિતાને જ જાય છે કારણ કે ,જો મારા પિતાએ આ વિચાર્યું ન હોત તો આજે હું આ પ્રશંશાને પાત્ર ન બની હોત. સામ્યા માત્ર છે તો નવ વર્ષની પરંતુ તેના વિચારો અને તેના સપના કોઈ મોટી વ્યક્તિ કરતાં ઓછા નથી. તે પોતાના જેવડા બાળકોને મેસેજ આપતા કહે છે કે તમે કોઈ પણ પણ ઉંમરના હોય પરંતુ માનસિક અને શારીરિક રીતે મજબૂત હશો તો તમે કોઈ પણ કાર્ય તમારી લગનથી પ્રાપ્ત કરી શકો છો .કોઈ દિવસ હિંમત ન હારવી અને હંમેશા પોતાના લક્ષ્ય માટે મહેનત કરતી રહેવી.
આ પણ વાંચો: દિલ્હી કોર્ટે આરોપી શંકર મિશ્રાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
સામ્યા ને આ સિદ્ધિ બદલ અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. આ પહેલા પણ તે મનાલીના દસ હજાર ફૂટ ઊંચા ટ્રેક પર પણ જઈને આવી છે. આ સાથે જ પોતાની આ સિદ્ધિ માટે થઈને વિશ્વકર્મા સમાજ દ્વારા તેને સન્માનિત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ તેને સૌથી નાની વયે માઉન્ટ એવરેસ્ટ કે પહોંચવા બદલ શુભેચ્છા સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સામ્યા એશિયાની બહારનો સૌથી ઊંચો પર્વત એકોન્કાગુઆ સર કરવા માંગે છે. આ નાનકડી બાળકીને જોઈને કોઈ પણ પ્રેરણા લઈ શકે છે. ત્યારે સામ્યા પોતાના જીવનમાં ઘણી જ આગળ વધે તેમ શુભેચ્છાઓ.