અમદાવાદઃ રાજ્ય પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડા પ્રધાનની આગેવાનીમાં રાજ્ય સરકાર કોરોના વાયરસ મહામારીને પહોચી વળવા માટે શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે અને આ મહામારીને પરાસ્ત કરવા રાજ્યની જનતાએ સરકારને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે તેનો મને આનંદ છે.
જીતુ વાઘાણી અને ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આપણે સૌ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ત્રણ પ્રતિજ્ઞાઓ લઈએ કે બહાર જતી વખતે ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું, વારંવાર સાબુથી હાથ સાફ કરવા એમ આ ત્રણ સંકલ્પ લઈએ અને કોરોના વાયરસ સામેની લડતમાં સહભાગી થઈએ.
![ગુજરાત સ્થાપના દિવસે ભાજપની શુભકામનાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-gujarat-establishment-day-bjp-video-story-7209112_01052020150449_0105f_1588325689_281.png)
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના આ સંકટના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી સહાય પહોંચાડી સેવાકાર્યનું કામ અવિરત પણે ચાલુ છે. આ સેવાકાર્ય અંતર્ગત અત્યાર સુધીમાં સવા કરોડ ફૂડ પેકેટ તેમજ 18 લાખ જેટલી રાશનકીટનું વિતરણ, 54 લાખથી વધુ ફેસ કવર/માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
![ગુજરાત સ્થાપના દિવસે ભાજપની શુભકામનાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-gujarat-establishment-day-bjp-video-story-7209112_01052020150449_0105f_1588325689_588.png)
આ ઉપરાંત સાત લાખ કર્યાકર્તાઓએ PM CARESમાં 16 કરોડથી પણ વધુની રાશી જમા કરાવી છે અને સાત લાખથી વધુએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે, ત્યારે આગામી 1 થી 10 મે દરમિયાન પણ ઉપયુક્ત સેવાઓ સહિત ઉકાળો અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે.
![ગુજરાત સ્થાપના દિવસે ભાજપની શુભકામનાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-gujarat-establishment-day-bjp-video-story-7209112_01052020150449_0105f_1588325689_926.png)
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે તેઓ તમામ ગુજરાતી ભાઈ-બહેનોને હ્યદયપૂર્વકના વંદન કરે છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છે. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને જેમણે મહાગુજરાત માટે સંઘર્ષ કર્યો છે. તેમના યોગદાન અને બલિદાનને યાદ કરીને એ તમામ મહાપુરૂષોને સ્મરણાંજલિ આપે છે. અર્વાચીન, પ્રાચીન અને વર્તમાન પૂ.સંતો, સાહિત્યકારો, કવિ, લેખકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને જે તે ક્ષેત્રમાં ગુજરાતનું ગૌરવ પ્રદાન કર્યું છે. એવા તમામ લોકોને યાદ કરીને તેમને નમન કરે છે.