અમદાવાદઃ આ કારણે હવે વીજ વિતરણ કંપનીઓ 1 કરોડ 65 લાખ જેટલા વીજ ગ્રાહકો પાસેથી અત્યાર સુધી ફ્યૂલ સરચાર્જ યુનિટ દીઠ જે રૂપિયા 3.10 વસુલ કરતી હતી. બીજા ક્વાર્ટરથી 3.35 રૂપિયા વસુલ કરશે. યુનિટદીઠ 25 પૈસાના વધારાને લીધે સરકારી વીજ ગ્રાહકો ઉપર મહિને 250 કરોડ રૂપિયાનું જંગી ભારણ આવી રહેશે.
વધારો મળવાનો છેઃ આખા વર્ષ દરમિયાન 3 હજાર કરોડ રૂપિયાનું ભારણ આવશે. જર્ક તરફથી જીયુવીએનએલ આ રીતે પ્રવર્તમાન વર્ષમાં પ્રત્યેક ક્વાર્ટરે ફ્યૂલ સરચાર્જમાં યુનિટદીઠ 25 પૈસાનો વધારો મળવાનો છે. સરકારી કંપનીઓની વીજળી વાપરતા રહેણાંક કેટેગરીના મહિને 200 યુનિટ વાપરતા ગ્રાહકો ઉપર ફ્યૂઅલ સરચાર્જ રૂપિયા 3.35 થતા ખૂબ મોટુ ભારણ આવશે. ફિકસ્ડ ચાર્જ પેટે રૂપિયા સિતેર, એનર્જી ચાર્જ પેટે રૂપિયા 745, FPPA યાને ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂપિયા 3.35 લેખે રૂપિયા 670 તથા 15 ટકા ઈ.ડ્યૂટી લેખે રૂપિયા 223 મળીને કુલ રૂપિયા 1708 વીજબિલ ચૂકવવું પડશે.
સરચાર્જનું ભારણઃ પ્રત્યેક યુનિટ રૂપિયા 8.54 રૂપિયા જંગી ભાવે પડશે. ગત મે-2021માં સરકારી 1.30 કરોડ વીજગ્રાહકો પાસેથી ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પાઇઝ એડ્જસ્ટમેન્ટ ચાર્જ યાને ફ્યૂઅલ સરચાર્જ યુનિટદીઠ રૂપિયા 1.80 વસૂલાતો હતો, તે મે-2022માં વધીને રૂપિયા 2.50 થઈ ગયો છે, મતલબ કે છેલ્લા એક વર્ષમાં સરકારી વીજટેરિફમાં કોઈ વધારો થયો નથી, પણ ફ્યૂઅલ સરચાર્જમાં એક જ વર્ષમાં યુનિટે 70 પૈસાનો ધરખમ વધારો થયો છે, જેના કારણે લોકોના રહેણાકના વીજબિલમાં ફ્યૂઅલ સરચાર્જનું ભારણ આશરે 38 ટકા જેટલું વધી ગયું છે.
આવું હતુંઃ મહિને 200 યુનિટ વાપરતા વીજગ્રાહકને ફ્યૂઅલ સરચાર્જ પેટે મે-2021માં રૂપિયા 360 ચૂકવવા પડતા હતા, હવે એમને મે-2022માં ફ્યૂઅલ સરચાર્જ મહિને રૂપિયા 500 ચૂકવવાનો આવ્યો છેઆમ, માસિક વીજબિલમાં ફ્યૂઅલ સરચાર્જનો બોજો 38 ટકા જંગી વધી ગયો છે. આ તો માત્ર સિંગલ ફેઝ જોડાણવાળા મહિને 200 યુનિટ વાપરતા અને થ્રી ફેઝ જોડાણવાળા મહિને 400 યુનિટ વાપરતા વીજગ્રાહકો ઉપરના ફ્યૂઅલ સરચાર્જના ભારણ ઉપરના ભારણનો અડસટ્ટે અંદાજ છે.