ETV Bharat / state

Gujarat Defamation Case in 2002 Riots: સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો, વધુ સુનાવણી 19 ઓગસ્ટના રોજ થશે - 2002 રમખાણોમાં ગુજરાતને બદનામ કરવા મામલો

2002 ગુજરાતના રમખાણ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ મેળવવા માટે અરજી દાખલ કરી છે. આર બી શ્રી કુમાર અને તિસ્તા સેતલવાડ બાદ સંજીવ ભટ્ટે પણ અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 19 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 3, 2023, 6:54 PM IST

સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો

અમદાવાદ: 2002 રમખાણોમાં ગુજરાતને બદનામ કરવા મામલે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી પર આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત સરકારે ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો હતો.

આજની સુનાવણીમાં કોર્ટમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી પર અને 207 નિયમ અંતર્ગત મંગાયેલ કાગળોને લઈને સરકારે જવાબ ફાઈલ કર્યો હતો. જેમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો હતો. જ્યારે કોર્ટના જયુરિસડિક્શનમાં આ કેસ આવે છે કે કેમ તે મુદ્દે હજુ સરકારે જવાબ ફાઈલ નથી કર્યો. હવે આ કેસમાં 19 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. - મનીષ ઓઝા, સંજીવ ભટ્ટના વકીલ

ગુજરાત સરકાર દ્વારા આરોપ: ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરુ ઘડવાનો આક્ષેપ છે. આ સાથે જ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝાએ આ કેસ કોર્ટના જયુરિસડિક્શનમાં ના આવતો હોવાની દલીલ કરી હતી. ઉપરાંત કેટલાક કાગળોની માંગ પણ કરી હતી. અત્યારે આ કેસમા આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવી છે.

શું છે મામલો: ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. ત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનાવણી ચાલી રહી છે. સેશન્સ કોર્ટની સુનવણીમાં અગાઉ આર.બી. શ્રી કુમાર અને તિસ્તા સેતલવાડ ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી ચુક્યા છે.

ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ: ઉલ્લેખનીય છે કે, આ કેસમા આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી સેશન્સ કોર્ટ 20 જુલાઈએ તિસ્તા સેતલવાડની કેસમાંથી ડિસ્ચાર્જ અરજી ફગાવી ચુકી છે. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત અપાઈ છે. તે પહેલાં આર.બી શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચુકી છે.

  1. Teesta Setalvad Case : તિસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો, આ અરજી Not Before Me - જસ્ટિસ સમીર દવે
  2. પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામેના NDPS મામલે ટ્રાયલ 9 મહિનામાં પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.