ETV Bharat / state

Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક 300ને પાર - Vadodara Coronavirus updates

બુધવારે અમદાવાદ શહેરમાં 88 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. ચાર કેસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. મોરબી જિલ્લામાંથી 35 અને સુરત કોર્પોરેશનના વિસ્તારમાંથી 30 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાંથી 27 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. દિવસે દિવસે કોરોના વાયરસના કેસ વધતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે. જોકે, પુરતા તકેદારીના પગલાં લેવા માટે સરકાર સમયાંતરે અપીલ કરી રહી છે.

Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક 300ને પાર

author img

By

Published : Apr 6, 2023, 7:58 AM IST

અમદાવાદઃ કોરોના વાયરસના દૈનિક કેસમાં બુધવારે મોટો વધારો જોવા મળ્યો છે. કુલ 27 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય એમ થઈને કુલ 92 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની વાત કરવામાં આવે તો આંકડો 351 સુધી પહોંચી ગયો છે. પાટનગર ગાંધીનગરના વિસ્તારમાંથી 28 નવા કેસ મળતા સિવિલ હોસ્પિટલમાં ટીમને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, રાજ્યની જુદી જુદી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને એક ખાસ ટીમ નક્કી કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ Covid-19 pandemic : કોવિડ -19 રોગચાળો લેબ લીકનું પરિણામ: યુએસ એજન્સી

જિલ્લામાં કોરોનાઃ મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરફ 19 કેસ સાબરકાંઠામાંથી સામે આવી રહ્યા છે. જ્યારે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 15 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર એમ બન્ને થઈને કુલ 18 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 10 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 9 કેસ કચ્છ જિલ્લામાંથી સામે આવ્યા છે. ભરૂચ અને સુરત ગ્રામ્યની વાત કરવામાં આવે તો બન્ને સેન્ટરમાંથી આઠ કેસ સામે આવ્યા છે. પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો ત્રણેય સેન્ટરમાંથી માત્ર ચાર કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ Coronavirus Origins : કોરોના વાયરસની ઉત્પત્તિને 3 વર્ષ, હજુ પણ એક રહસ્ય

સૌરાષ્ટ્ર કચ્છઃ સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતા બાકીના જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ ઓછા છે. આણંદ, અરવલ્લી, ભાવનગર તથા અમરેલી, પોરબંદરમાંથી માત્ર કોરોના વાયરસના નવા બે કેસ નોંધાયેલા છે. ગીર સોમનાથ, જામનગર તથા મહિસાગરમાં એક કેસ નોંધાયો છે. સતત બદલી રહેલા વાતાવરણને કારણે વાયરસ જન્ય કેસ વધી રહ્યા છે. જેની શરૂઆત શરદી અને ઉધરસથી થઈ રહી છે. આ યાદીમાં અન્ય કોઈ જિલ્લાના નામ ન આવે અને કોઈ રીતે કેસમાં વધારો ન થાય એ માટે આરોગ્ય વિભાગે પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.