વડોદરા - વ્રજધામ સંકુલ સાથે 75 બેડના કોવિડ કેર સેન્ટરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખુલ્લુ મૂક્યું
100 બેડની વ્યવસ્થા કરવાનું આયોજન
રિકવરીનો રેટ ખૂબ સારો છે, જેથી ગુજરાતમાં લોકડાઉનની જરૂર નહીં પડે
રેમડેસેવીરનો સ્ટોક જલ્દી રિલીઝ થાય તો ઉપલબ્ધ થઈ જશે
ધર્મસ્થાનો દર્શન માટે નહીં સેવા માટે પણ હોય છે
ગુજરાત છોડી રહેલ પરપ્રાંતિયોને ગુજરાત ન છોડવા માટે સી. આર. પાટીલે કરી અપીલ
ગુજરાતમાં લોકડાઉનની કોઈ શકયતા નથી, ત્યારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર જ્યાં છો ત્યાં જ રહો, ગુજરાત છોડીને ન જાઓ -પાટીલ
દરેક જગ્યા પર આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે
ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કરવા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે