અમદાવાદ : કોંગ્રેસનું સંગઠન દિવસેને દિવસે હવે નબળું પડી રહ્યું ગયું છે, ત્યારે હાઈકમાન્ડે હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવીને તેમની જગ્યા એ શક્તિસિંહ ગોહિલને નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. ગઈકાલે શક્તિસિંહે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેઓ આજે રથયાત્રાના આગલા દિવસે પદભાર સંભાળવાના છે, ત્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન ભગવાન રણછોડના દર્શન કરવા જગન્નાથ મંદિર પહોંચ્યું હતું.
કોંગ્રેસની ટીમે ભગવાનના દર્શને : રથયાત્રાના એક દિવસ અગાઉ નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખે ભગવાનના દર્શન કર્યા હતા. તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા એ પણ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ તરીકેની કાર્યભાર મળતા સૌ પ્રથમ તેમને ગઈકાલે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
સારા કામો માટે પ્રાર્થના : ગાંધીજીને પુષ્પાંજલિ આપી હતી, ત્યારબાદ ગાંધી આશ્રમથી પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા કરી હતી. ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ તેમણે ગુજરાતની જનતાના કામ સારી રીતે અને જલદી થાય તેવી પ્રાર્થના કરી હતી. ગુજરાત પ્રદેશ તરીકેની જવાબદારી મળતા જ કોંગ્રેસમાં હવે નવી શક્તિનો સંચાર થયો છે, તો આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે.
કોંગ્રેસના સિનિયરને દિલ્હીથી તેડું : ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. ગુજરાતમાં કોંગ્રેસ સાવ સાફ થઈ ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એવા સમયે હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની હકાલપટ્ટી કરીને શક્તિસિંહ ગોહિલના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી છે. ત્યારે આજે શક્તિસિંહ પદભાર સંભાળે તે પહેલા દિલ્હીથી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને તેડું આવ્યું છે.
લોકસભાની ચૂંટણીની રણનીતિ : રાજ્યના સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ બેસાડવા દિલ્હીમાં બેઠક યોજાશે. તે ઉપરાંત લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ પણ ઘડાશે. જોકે હાલ શક્તિસિંહ ગોહિલ અમદાવાદના આંગણે યોજાઈ રહેલી જગન્નાથજીની રથયાત્રામાં દર્શનાર્થે પહોંચી ગયા છે જ્યાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે નિજ મંદિરેથી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પોતાના કાર્યાલય જવા રવાના થયા હતા.
- Ahmedabad News: આવતીકાલે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે શપથગ્રહણ કરશે
- Cyclone Biparjoy: પોરબંદરમાં વાવાઝોડા પૂર્વે વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં, કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત
- West Bengal Violence: રાજ્યની સ્થિતિ રશિયા-યુક્રેન યુદ્ધ જેવી,મોટા પાયે રક્તપાત થશે : અગ્નિમિત્રા પોલ