અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસ કંઈ વધારે ઉકાળી શકી નથી. પરંતુ કોંગ્રેસ પોતાનું સ્થાન ગુજરાતમાં ટકાવી રાખવા માટે નવા નવા પ્રયોગો કરી રહી છે. હવે ગુજરાત કોંગ્રેસ આવતા એક મહિના સુધી વિવિધ જનસંપર્કો દ્વારા ગુજરાતમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ શૃંખલા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવા જઈ રહી છે.
કાર્યક્રમ શૃંખલા : જય ભારત સત્યાગ્રહ દ્વારા કોંગ્રેસ પક્ષ ‘જય ભારત સત્યાગ્રહ’ દ્વારા ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરશે.જે અંતર્ગત ગુજરાતમાં સતત એક મહિના સુધી જનસંપર્ક જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષના ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન યૂથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ સહિતના ડિપાર્ટમેન્ટ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પણ વાંચો Gujarat Congress Protest : ગુજરાત કૉંગ્રેસના સરકાર પર આક્ષેપ, લોકશાહીને ખતમ કરી નાખી
શું છે આયોજન : ગુજરાતના ઉત્તર, દક્ષિણ, અને સૌરાષ્ટ્ર ઝોનના તમામ તાલુકામાં તારીખ 3 અને 4 એપ્રિલે તાલુકા કક્ષાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. લોકશાહી બચાવો, બેરોજગારી અને યુવાનોના પ્રશ્નોને લઈને યૂથ કોંગ્રેસ, એનએસયુઆઈ દ્વારા વડાપ્નધાનને પોસ્ટકાર્ડ લખીને વિરોધ કરવામાં આવશે. મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાવવાના આશક્ષેપ સાથેે ગુજરાતના 252 તાલુકા, 33 જિલ્લા અને આઠ મહાનગરની 41 વિધાનસભા મળીને 293 મથક પર તારીખ 6થી 12 એપ્રિલ સુધીમાં તાલુકા કક્ષાનું મહાસંમેલન પણ યોજાશે.
આ પણ વાંચો Ahmedabad Vadodara Express Highway: ટોલ ટેક્સના દર વધતા કોંગ્રેસે કહ્યું, સરકારના અચ્છે દિન
કોંગ્રેસ પક્ષ લડાઈ લડતો રહેશે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ તકે જણાવ્યું હતું તે રાહુલ ગાંધીને ડરાવી શકવાના નથી. ભાજપ પોતે જ સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતી. મોદી સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનાઅધિકાર પર પણ રોક લગાવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ બેરોજગારી, મોંઘવારી સહિત જનતાના અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતો રહેશે. ભલે ભાજપ કોંગ્રેસના લોકોને જેલમાં બંધ કરે, લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ લડાઈ લડતો રહેશે.
લોકતંત્ર ખતરામાં : જગદીશ ઠાકોરે વધુમાં આક્ષેપ કર્યાં હતાં કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે, જનતાના અનેવિપક્ષના અવાજને દબાવવમાં આવી રહ્યો છે. બીજીબાજુ ભાજપના તાનાશાહી ભ્રષ્ટાચારી નીતિ અને અદાણી સ્કેમથી દેશના લાખો લોકોની પરસેવાની કમાણી લૂંટાઈ રહી છે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના 33 જિલ્લાઓમાં મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાઓનું સંમેલન તારીખ 15થી 25 એપ્રિલ સુધીમાં યોજશે. સરકારની આલોચના કરતા જાગૃત નાગરિકોને, લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ દિલ્હી ખાતે રાષ્ટ્રીયકક્ષાના સંમેલનમાં ગુજરાતમાંથી પણ કાર્યકર્તાઓ અને પક્ષના હોદ્દેદારોને જોડવામાં આવશે.