અમદાવાદ: અમદાવાદ શહેરનો વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની ઋતુની અંદર શોર્ટ સર્કિટ કે અન્ય કારણથી આગ લાગવાના બનાવો પણ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યારે ચોંકાવનારો રિપોર્ટ એવો સામે આવ્યો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં 320 જેટલી મહત્વના પદની જગ્યા ખાલી છે. જેમાં કોર્ટની સૂચન બાદ પણ તે હજુ સુધી ભરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી
આટલી જગ્યા ખાલીઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયર વિભાગની અંદાજિત 320 જેટલી મહત્વની જગ્યા છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવી નથી. અમદાવાદ શહેર દિવસે વધી રહ્યું છે. જ્યારે ગુજરાત સ્ટેટ ફાયર કાઉન્સિલની ગાર્ડન મુજબ દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન જરૂરી છે. જ્યારે દર 5 ચોરસ કિલોમીટરમાં એક ફાયર સ્ટેશન હોવી જરૂરી છે.
સુનાવણી ચાલુંઃ પરંતુ ખરેખરમાં તે પ્રમાણે અમદાવાદ શહેરમાં જોવા મળતું નથી. મોટી બિલ્ડીંગોની ફાયર NOC સિસ્ટમને લઈને પણ અરજીની સુનવણી ચાલી રહી છે.ત્યારે અમદાવાદ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા 3 મહિનામાં ભરવામાં આવશે. તેવું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં આશ્વાસન આપવામાં આવ્યું છે. પણ હજુ સુધી પણ તે ફાયરની જગ્યા ભરવામાં આવી નથી.
અપૂરતો સ્ટાફઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાયરાઇઝ બિલ્ડિંગમાં આગ બુજાવવા માટે 55 મીટર ટર્ન ટેબલ લેડર, 55 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને 80 મીટર હાઇડ્રોલિક પ્લાન્ટ આવેલા છે. આ પહેલા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે ફીનલેન્ડ મેડ છે. તે રીપેરીંગ કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં જરૂર પૂરતો સ્ટાફ નથી.
આ પણ વાંચોઃ Unseasonal Rain: વહેલી સવારથી વાદળછાયું, માવઠું બગાડી શકે છે મણની માત્રાનો પાક
માત્ર 18 ફાયર સ્ટેશનઃ અમદાવાદ શહેરમાં દિવસે જે પ્રમાણે વિસ્તાર વધી રહ્યો છે. તે મુજબ અમદાવાદ શહેરમાં ઓછામાં ઓછા 50 જેટલા ફાયર સ્ટેશન હોવા જરૂરી છે. પરંતુ હાલમાં માત્ર 18 જેટલા જ ફાર સ્ટેશનો કાર્યરત છે. આ ઉપરાંત હાઇરેસ બિલ્ડિંગમાં આગ લાગે તો અમદાવાદ ફાયર વિભાગને ઝડપથી આ બુઝાવવા માટે સાધનનું પણ ચોક્કસપણે જોવા મળે છે.
મોત થયાનો કેસઃ જેમાં અગાઉ પણ અમદાવાદ શહેરમાં લાગેલી આગ તેનો ઉત્તમ ઉદાહરણ આપણી સામે આવ્યું હતું. જેમાં થોડાક સમય પહેલા જ શાહીબાગમાં લાગે લાગેલી આગમાં એક યુવતીનું આગમાં બુજાઇ જવાને કારણે મોત થયું હતું. તેથી વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, અમદાવાદ ફાઇલ વિભાગમાં જે ભરતી ખાલી પડી છે. તેને આગામી ટૂંક સમયમાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.