ETV Bharat / state

Gujarat Congress: ગુજરાત સહિત દેશમાં ITIની હાલત ખૂબ જ ખરાબ, નીતિ આયોગના રિપોર્ટે ખોલી નાખી પોલઃ કૉંગ્રેસ - ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

ગુજરાત કૉંગ્રેસે ફરી એક વાર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસે આ વખતે નીતિ આયોગના રિપોર્ટને આ વખતે ઢાલ બનાવ્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં ITIની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. તેમાં ગુજરાત પણ બાકાત નથી.

Gujarat Congress: ગુજરાત સહિત દેશમાં ITIની હાલત ખૂબ જ ખરાબ, નીતિ આયોગના રિપોર્ટે ખોલી નાખી પોલઃ કૉંગ્રેસ

author img

By

Published : Feb 8, 2023, 5:25 PM IST

નીતિ આયોગના અહેવાલ ચોંકાવનારા

અમદાવાદઃ દેશભરમાં આઈટીઆઈની હાલત ખૂબ જ ખરાબ છે. આવું કહેવું છે ગુજરાત કૉંગ્રેસનું. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં ITIની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટના ડેટા મળતા નથી. જ્યારે યુવાનોની રોજગારી પણ આપવામાં આવતી નથી. રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓની સાથે સાથે હવે ITIમાં પણ શિક્ષકોની અછત જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Congress: અદાણી સામે કૉંગ્રેસનો વિરોધ, કહ્યું LICના ખાતાધારકોના કરોડો રૂપિયા જોખમમાં

યુવાનોને નથી મળતું પ્લેસમેન્ટઃ છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ દ્વારા સરકાર પર અલગ અલગ રીતે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ જ વધુ એક વખત ગુજરાત કૉંગ્રેસ દ્વારા સરકાર પર ITIમાં બાકી રહેલી બેઠક ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમાં તેમણે નીતિ આયોગનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું છે કે, દેશની અંદર ITI ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે. યુવાનોને પ્લેસમેન્ટ આપવામાં આવતું નથી.

નીતિ આયોગ અહેવાલ ચોંકાવનારાઃ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં વિવિધ ક્ષેત્રના રિપોર્ટ તૈયાર કરવાનું કામ પ્લાનિંગ કમિશન હતું, પરંતુ હવે નીતિ આયોગને આપવામાં આવ્યું છે. આ નીતિ આયોગ તાજેતરનો રિપોર્ટ સામે આવ્યો છે કે, દેશની અંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાતમાં કુલ 508 આઈટીઆઈ છે. આમાં 1,36,800 જેટલી બેઠકો છે. છેલ્લા કેટલાક સમયથી 40 ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. કન્યા માટે 18 ટકા બેઠક છે, પરંતુ સૌની ચોકાવનારો અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં સ્કિલ ડેવલપમેન્ટમાં રમત રમાઈ રહી છે તેવું લાગી રહ્યું છે.

ITI સ્થિતિ નાજૂકઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાતો તો મોટી કરવામાં આવી રહી છે, પરંતુ જમીન પર તે પ્રકારનું કામ જોવા મળતું નથી. વર્ષ 2020 પહેલાં અને વર્ષ 2020 પછી આઈટીઆઈ કરેલા છોકરાઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હોય તેના ડેટા પણ જોવા મળતા નથી. સ્કિલ ડેવલપમેન્ટના નામ બદલીને કૌશલ્ય વિકાસ કેન્દ્ર કરવામાં આવ્યું હતું, પરંતુ વિકાસ તો માત્ર તેમના તેમના ઉદ્યોગપતિનો જ થયો છે. આ અહેવાલમાં નીતિ આયોગે સ્પષ્ટ કહ્યું છે કે, દેશની અંદરની ITI સ્થિતિ ખૂબ જ નાજૂક જોવા મળી રહી છે.

વેપાર બની ગયોઃ શૈક્ષણિક ક્ષેત્ર 2021માં રાજ્યમાં 1,36,810 બેઠક હતી. આમાંથી 81,200 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે વર્ષ 2021માં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 15,200 હતી. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાલીમાર્થીઓ મૂકાયા છે. કમ્પ્યુટર ઑપરેટિંગ અને પ્રોગ્રામિંગ સૌથી વધુ સાથે વેપાર બની ગયો છે. વર્ષ 2020માં 51 તાલીમાર્થીઓની નિમણૂક સાથે પૂનમચંદ દેવરાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ સૌથી વધુ પ્લેસમેન્ટ આઈટીઆઈ બની હતી. પરંતુ પ્રશિક્ષકોની દ્રષ્ટિએ કુલ 10,004 જગ્યાઓ જ મંજૂર કરવામાં આવી હતી અને 6,187 પોસ્ટ પર ભરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Congress Protest: જંત્રીના ભાવમાં વધારાને લઇ ધરણા પ્રદર્શન, તપાસની માંગ

ગ્રેડ ઓછો મળ્યોઃ કૉંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં 61.84 ટકા બેઠક જ ભરાઈ છે. આમાંથી 25.26 ટકા જે નોકરી પર હતા. તેઓ CITS પ્રમાણિત હતા. જ્યારે પુરૂષોએ આઇટી પ્રશિક્ષકોની કુલ સંખ્યા 75.74 ટકા કબજો કર્યો હતો. જ્યારે મહિલાઓએ કુલ કર્મચારીઓ અનુક્રમે 22.7 ટકા અને 1.5 ટકા દાવો કર્યો છે. 156 ખાનગી આઈટીઆઈમાં ઉપલબ્ધ 1 ટકા કરતા ઓછા ડેટા અને 36થી ઓછું ગ્રેટિંગ પણ મળ્યો છે. આમાંથી 76ને 1 કરતાં ઓછો આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.