ETV Bharat / state

Gujarat Congress Allegation : ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ થયું હોવાનો ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ - સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ

ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાઇવેટ શાળામાં ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મૂલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા છે.

Gujarat Congress Allegation : ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ થયું હોવાનો ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ

author img

By

Published : Jun 1, 2023, 6:43 PM IST

પરિણામ વધારવા કૌભાંડ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાઇવેટ શાળામાં ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા પોતાની મનમાની રીતે મૂલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા છે. ધોરણ 10માં ઇન્ટરનલ માર્કસની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર, કૌભાંડ તથા ટ્યુશન પદ્ધતિ પર રોક લગાવવામાં આવે તેવી માગ કરી છે.

ઇન્ટરલ માર્ક્સ કૌભાંડ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઓછું આવ્યું છે.જયારે બીજી બાજુ 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ આચરવામા આવ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

ભૂતકાળમાં આનંદીબેન મુખ્યપ્રધાન હતા ત્યારે PTCમાં ઇન્ટર્નલ માર્ક આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને ઇન્ટર્નલ માર્ક આપવાના બહાને વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ખૂબ જ ઊહાપોહ થયા બાદ પીટીસીમાં આંતરિક ગુણ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસ માંગ કરી હતી કે સૌપ્રથમ તો ધોરણ 10માં ઇન્ટર્નલ માર્કની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર અને કૌભાંડ તથા ટ્યુશનના દબાણને અટકાવવામાં આવે અને આ વર્ષે દરેક શાળાએ જે ઇન્ટર્નલ માર્ક આપેલ છે તે બોર્ડની ગુણાંક પદ્ધતિ એસેસમેન્ટ મુજબ આપેલ છે કે નહીં તેના માટે તપાસ થવી જોઈએ...હેમાંગ રાવલ (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)

ઇન્ટરનલ આપવામાં મનમાની : કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સતત કથળતું જાય છે. સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા સુધારા માટે કોઈ જ પ્રયત્નો કરવામાં આવતા નથી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની 80 ગુણની બોર્ડની પરીક્ષા લેવાય છે. જ્યારે ઇન્ટરનલના 20 માર્ક્સ શાળા તરફથી મુકવામાં આવે છે. આ 20 ઇન્ટર્નલ માર્કસ શાળાઓ દ્વારા મનમાની રીતે અપાઈ રહ્યા છે.

ઇન્ટરનલ માર્કનો શું છે નિયમ : હકીકતમાં તો આ ઇન્ટરનલ માર્ક આપવા માટે શાળાની પ્રથમ કસોટી પ્રિલિમનરી કસોટી અને 5 યુનિટ ટેસ્ટ તથા વિદ્યાર્થીના હોમવર્ક તેમજ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કર્યું હોય તેને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે. પરંતુ શાળાઓએ પોતાની મનમાની રીતે આવા માર્ક્સ આપેલા છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ઊંચું રિઝલ્ટ લાવવા માટે કૌભાંડ : ગુજરાતના 10 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન દર્શાવાઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓના રેન્ડમલી નંબર ચેક કરતા લગભગ 100માંથી 50 વિદ્યાર્થીઓને આવા માર્ક આપવામાં શાળાઓએ કૌભાંડ કર્યું છે. ખાસ કરીને આવા પ્રકારના માર્ક સેલ્ફ ફાઇનાન્સ સ્કુલે વધારે પ્રમાણે આપ્યા છે. આવી માર્કશીટ ચેક કરતા એક્સ્ટર્નલ 80 માર્ક્સમાંથી વિદ્યાર્થીને બે કે ચાર માર્ક્સ આવેલા હોય પરંતુ ઇન્ટરનલ 20માંથી 20 માર્ક્સ આપ્યા છે. જયારે સારા હોશિયાર વિદ્યાર્થીઓને 80માંથી 80 માર્ક્સ આવેલા હોય છે પરંતુ એક્સ્ટર્નલમાં 10 અને 12 એવા માર્ક્સ આપેલા હોય છે. આવી જ રીતે જ્યાં જ્યાં શાળાએ માર્ક્સ આપવામાં ગેરરીતિ સામે આવી છે. ધોરણ 12 કોમ્પ્યુટર પી.ટી. જેવા પ્રેક્ટીકલમાં પણ આ જ પ્રમાણે આડેધડ માર્ક્સ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત માર્ક આપવાનું કારણ માત્ર અને માત્ર શાળામાં આવતા વિદ્યાર્થીઓને ટ્યૂશનનું દબાણ તથા રીઝલ્ટ ઊંચું બતાવવાનું હોઈ શકે.

  1. Bageshwar Dham in Rajkot : રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા મેડિકલ સેવા આપશે
  2. Unseasonal Rain : બોગસ બિયારણથી લઈને કમોસમી વરસાદના સર્વેમાં ગોટાળાને મામલે કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર
  3. Gujarat Congress Janmanch : કોંગ્રેસના જનમંચમાં 800 ફરિયાદ મળી, જનઆંદોલન છેડવા ચીમકી આપતાં અમિત ચાવડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.