અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ મુખ્યપ્રધાન (CM Bhupendra Patel visit) ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હી મુલાકાતે હતા.156 બેઠકો પર વિજય મેળવી ભાજપે ઈતિહાસ રચ્યા પછી ફરી ભુપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન બન્યા પછી ભુપેન્દ્ર પટેલ પહેલી વખત દિલ્હીની 1 દિવસીય સૌજન્ય મુલાકાતે ગયા હતા. જ્યાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રક્ષાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. (Chief Minister of Gujarat visit Delhi)
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યપ્રધાન તરીકે રાજ્ય શાસનનું સેવા દાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૌજન્ય (Bhupendra Patel meeting President) મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. (Bhupendra Patel meeting with Draupadi Murmu)
વડાપ્રધાન સાથે મુલાકાત ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાનપદનું (Bhupendra Patel Meeting Prime Minister) સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર, 21મી ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. મુખ્યપ્રધાનએ આ દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત કરી હતી. (Bhupendra Patel meeting Narendra Modi)
આ પણ વાંચો CMO: વાસ્તુ શાસ્ત્ર મુજબ તૈયાર કરાઈ છે મુખ્યપ્રધાનની કચેરી, જુઓ અંદરનો નજારો
ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત આ ઉપરાત ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી (Bhupendra Patel meeting with Vice President) ખાતે કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. (Bhupendra Patel meet Jagdeep Dhankhar)
આ પણ વાંચો ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના આશીર્વાદ લઈને CMO ઓફિસનો સંભાળ્યો પદભાર
CM ભુપેન્દ્ર પટેલને પાઠવ્યા અભિનંદન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યપ્રધાન તરીકે રાજ્ય શાસનનું સેવાદાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની એક દિવસીય (Bhupendra Patel meet Rajnath Singh) મુલાકાતે ગયા છે. મુખ્યપ્રધાનએ નવી દિલ્હીમાં બુધવારે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રક્ષાપ્રધાન રાજનાથસિંહે તાજેતરની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યપ્રધાનનો પદભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. (Bhupendra Patel meeting Defense Minister)
અમિત શાહ સાથે મુલાકાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો કાર્યભાર બીજીવાર સંભાળ્યા પછીના તેમના નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસ દરમિયાન તારીખ 21મી ડિસેમ્બર બુધવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં બંને નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમજ ગુજરાતમાં ભાજપે ઈતિહાસ રચ્યાને ખુશી વ્યક્ત કરી હતી. (Bhupendra Patel meeting Amit Shah)