ETV Bharat / state

Gujarat Budget 2022: બજેટમાં અમદાવાદીઓની અપેક્ષાના કેન્દ્રમાં મોંઘવારીની સમસ્યા - અમદાવાદીઓની અપેક્ષા બજેટ

ત્રણ માર્ચના રોજ વિધાનસભાનું બજેટ રજૂ (Gujarat Budget 2022)થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદની આમ જનતા આ બજેટમાં સરકાર પાસે શું આશા અને અપેક્ષા રાખી રહી છે તે જાણીએ.

Gujarat Budget 2022: બજેટમાં અમદાવાદીઓની અપેક્ષાના કેન્દ્રમાં મોંઘવારીની સમસ્યા

author img

By

Published : Mar 2, 2022, 7:19 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનો બાકી રહ્યા છે. આગામી ત્રણ માર્ચના રોજ વિધાનસભાનું બજેટ રજૂ(Gujarat Budget 2022) થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદની આમ જનતા આ બજેટમાં સરકાર પાસે શું આશા અને અપેક્ષા રાખી રહી છે આવો જાણીએ.

અમદાવાદીઓની આશા

મહિનાના પેંશનના વ્યાજથી પણ ઘર ચાલતું નથી

અનિલભાઈ શાહ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે જેનો સામનો કરો ખૂબ મુશ્કેલ છે. જે વ્યાજ દર 6.5 ટકા ,7.5 ટકા હતો તે અત્યારે 5 ટકા ,5.30 ટકા જેટલો છે. પહેલા મહિનાની મહિના વ્યાજથી અમારો ખર્ચ ચાલતો હતો. તે હવે 20 દિવેસ જ ચાલે છે. બાકીના દિવસ માટે અમારે વલખા મારવા પડે છે.

સામાન્ય જનતાને ધ્યાનમાં લેવામાં આવે

સજની બહેન ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, આ બજેટમાં સરકાર પાસે મોટી અપેક્ષાઓ રાખવામાં આવી છે દૂધ સીંગતેલમાં જે ભાવ વધી રહ્યા છે તે સૌથી મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. અમારું બજેટ ખોરવાઈ ગયું છે. મહિના જે બચત થતી હતી તે પણ થતી નથી જેના કારણે સરકાર પાસે આશા છે આ બજેટમાં સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને બજેટ રાખવામાં આવે તેવી આશા છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: વિધાનસભામાં સરકારનો તમામ મુદ્દાને લઈને વિરોધ થશે : શૈલેષ પરમાર

પહેલા 3,000 હજારમાં ઘર ચાલતું હવે 6,000 હજારમાં ચલાવવું મુશ્કેલ

બિનાબહેન ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે મોંઘવારી વધતી જાય છે જેના કારણે તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે જેથી અમારુ મહિનાનું બજેટ હતું તે સંપૂર્ણપણે ખોરવાઈ છે પહેલા 3,000 હાજરમાં ઘર ચકતું હતું તે હવે 6,000 હજારમાં પણ ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે.

સરકાર બજેટમાં રોજગારીનું ઉલ્લેખ પૂરો કરે

અનિલભાઈ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,સરકાર જે બજેટ રજૂ કરે છે.જેમાં યુવાનોને રોજગારી આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તે પૂર્ણ કરવામાં આવતો નથી. જે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ પરીક્ષા પહેલાં જ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી જાય છે. એટલે વિદ્યાર્થીઓની આ બજેટમાં આશા એ છે કે તમે જે બજેટમાં રોજગારી આપવાની વાત કરવામાં આવે છે. પૂર્ણ કરવામાં આવે. ભરતીમાં કૌભાંડ થાય છે તે પણ બંધ કરવામાં આવે.જેમ વનરક્ષક ,લોકરક્ષકની ભરતી કરવામાં આવે છે. પેપર રક્ષકની ભરતી કરે જેથી કૌભાંડ બંધ થાય.

CNGના ભાવમ ઘટાડો કરવામાં આવે તેવી આ બજેટમાં આશા

ભરતભાઈએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, CNGના ભાવ વધતા અમારે રીક્ષાના ભાડામાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સામે અમારી આવક કરતા જાવક વધી છે. જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી જનતાને પણ પોષાય તેમ નથી જેથી અમારી આશા છે. કે આ બજેટમાં CNGના ભાવો અંકુશ લાવવામાં આવે તે અમારી માંગણી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.