ધોરાજી (રાજકોટ): ઉનાળો શરૂ થતાની સાથે જ લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતિત. ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ લીંબુનો ભાવ ત્રણ ગણા થયા. અગાઉ ભાવ ₹50 હતા જે હાલ ₹150 સુધી પહોંચ્યા.
Breaking News: મારા પિતાને કેબિનેટ સેક્રેટરી પદ પરથી હટાવનાર ઈન્દિરા ગાંધી હતા - એસ. જયશંકર
19:51 February 21
ઉનાળો શરૂ થતાની સાથે જ લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતિત
19:47 February 21
મારા પિતાને કેબિનેટ સેક્રેટરી પદ પરથી હટાવનાર ઈન્દિરા ગાંધી હતા - એસ. જયશંકર
એસ. જયશંકરે ઈન્દિરા અને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમના પિતા સાથે થયેલા અન્યાય અંગે ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે 'મારા પિતા ડૉ. કે. સુબ્રમણ્યમ કેબિનેટ સેક્રેટરી હતા, પરંતુ 1980માં જ્યારે ઈન્દિરા ગાંધી ફરીથી ચૂંટાઈને સત્તામાં આવ્યા ત્યારે તેમને પદ પરથી હટાવનાર સૌપ્રથમ તેઓ હતા. મારા પિતા ખૂબ જ પ્રામાણિક માણસ હતા અને કદાચ એ જ સમસ્યા હતી. ત્યાર બાદ તેઓ ક્યારેય સેક્રેટરી બન્યા નથી.
19:46 February 21
પાકિસ્તાનની હાલની સ્થિતિ અને ભારતની હાલની સ્થિતિ વિશે જયશંકરનું નિવેદન
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં એસ. જયશંકરે તેમણે પાકિસ્તાનની હાલની સ્થિતિ અને ભારતની હાલની સ્થિતિ વિશે પણ વાત કરી હતી. ઉપરાંત વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવનારા વિદેશી મીડિયા, કોંગ્રેસ પાર્ટી, BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રીના નિવેદનોના પણ સવાલ ઉઠાવ્યા હતા.
16:52 February 21
લક્ઝરી ન આવતા હવે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવા માંગ
સુરત: MLA કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, લક્ઝરી ન આવતા હવે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવા માંગ કરી.
15:52 February 21
ભાવનગર પોલીસે હાઇવે પર ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપી
ભાવનગર: ભાવનગર પોલીસે હાઇવે પર ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપી, પોતાનો ટ્રક હાઇવે પર અન્ય ટ્રકની બાજુમાં રાખી ચોરી કરતા હતા. આરોપીઓ પોતાના ટ્રકમાં તાલપત્રીની આડમાં કેરબા રાખતા હતા. ડીઝલ ચોરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ, ભાવનગર પોલીસે છ ચોરીનો ભેદ ઉકેલ્યો.
15:26 February 21
ગુજરાત પોલીસના જવાનો જો ડિપ્રેશનમાં હોય તો સર્વે કરવાની સૂચના
ગાંધીનગર: ગુજરાત પોલીસના જવાનો જો ડિપ્રેશનમાં હોય તો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે, નરસિંમ્હા કોમારે સર્વેના આદેશ આપ્યા. રાજ્યના તમામ રેન્જ આઇજી, પોલીસ કમિશનર અને એસપી કક્ષાના અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો. પોલીસ સ્ટેશન દીઠ માહિતી લેવાની સૂચના આપવામાં આવી. જો આવા કર્મચારીઓ હોય તો તાત્કાલિક ધોરણે રિફ્રેશમેંટ ટ્રેનિંગ આપવાની સૂચના, જેથી સ્ટ્રેસમાંથી પોલીસ કર્મચારીઓ દૂર રહે.
13:50 February 21
વડોદરા શહેર પીસીબીએ જુગાર રમતા 14 શખ્સોને ઝડપી પાડયા
વડોદરા: શહેર પીસીબીની કાર્યવાહી. મન્સુરી કબ્રસ્તાન પાસે જુગાર રમતા 14 ઇસમોને ઝડપી પડયા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો. 14 ઝડપાયા અન્ય 3 વોન્ટેડ.
13:48 February 21
ગુજરાત વિધાનસભા હવે શનિવારે પણ રહેશે કાર્યરત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા હવે શનિવારે પણ કાર્યરત રહેશે. 14મી વિધાનસભામાં શનિવારે રજા આપવામાં આવતી હતી. 15મી વિધાનસભામાં ફકત બીજો અને ચોથો શનિવાર જ રજા રાખવામાં આવશે. બજેટ સત્રમાં ફકત 2 જ દિવસ ડબલ બેઠક રાખવામાં આવી. હવે ધારાસભ્યોએ ફરજીયાત ગાંધીનગરમાં હાજર રહેવું પડશે. 26 દિવસ બજેટ સત્ર ચાલશે.
13:23 February 21
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદેથી અશ્વિન પટેલનું રાજીનામું
વડોદરા: જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદેથી અશ્વિન પટેલનું રાજીનામું. નવા પ્રમુખ તરીકે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલની નિમણુંક કરાઈ.
13:17 February 21
સુરતના અમરોલીમાં ફરી લુખ્ખા તત્વોનો આંતક
સુરત: અમરોલીમાં ફરી લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો. કોસાડ આવાસમાં યુવકને લાકડાના ફટકાથી જાહેરમાં જ માર માર્યો. માર મારવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા વાયરલ કર્યો.
13:02 February 21
વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે કેયુર રોકડીયાનું રાજીનામું
વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે કેયુર રોકડીયાનું રાજીનામુ. સેક્રેટરી ચિંતન દેસાઈને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું. વિધાનસભામાં અકોટા ક્ષેત્રના ધારાસભ્ય છે કેયુર રોકડીયા. સત્તાવાર વડોદરા મહાનગરપાલિકાના મેયર પદેથી રાજીનામુ આપ્યું.
12:18 February 21
ભારતમાં કુલ 70થી વધુ ઠેકાણાઓ પર NIA દ્વારા દરોડા
કચ્છ: લોરેન્સ બિશ્નોઈના સહયોગી કુલવિંદરને ત્યાં NIAના દરોડા પાડ્યા છે. કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈ સાથે જોડાયેલો છે. અગાઉ પણ બિશ્નોઈ ગેંગના લોકોને આશ્રય આપવાના કિસ્સા સામે આવ્યા હતા. કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે. ગેંગસ્ટર અને હથિયારના કેસમાં 72 સ્થળે કાર્યવાહી કરી છે.
11:51 February 21
SS રાજામૌલીની RRRને ફિલ્મ ઑફ ધ યર ઍવોર્ડ એનાયત
દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ઍવોર્ડમાં 'The Kashmir Files'ને બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ, SS રાજામૌલીની RRRને અપાયો ફિલ્મ ઑફ ધ યર ઍવોર્ડ એનાયત
11:50 February 21

વહેલી સવારથી જ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેરર ફંડિંગના કેસમાં NIA દ્વારા એક સાથે ભારતમાં કુલ 70થી વધુ ઠેકાણાઑ પર આજે એક સાથે રેડ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગાંધીધામમાં પણ રેડ પડી હતી.
11:49 February 21

ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેરર ફંડિંગના કેસમાં NIA દ્વારા એક સાથે ભારતમાં કુલ 70થી વધુ ઠેકાણાઓ પર આજે એક સાથે રેડ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગાંધીધામમાં પણ રેડ પડી હતી.
11:43 February 21
સુરતના રાંદેર પ્રાઈમ માર્કેટ નજીક પરિવારને બંધક બનાવી 7 લાખની લૂંટ
સુરત: રાંદેર પ્રાઈમ માર્કેટ નજીક ઘરમાં પરિવારને બંધક બનાવી 7 લાખની લૂંટ કરી. લૂંટારુઓએ આખી રાત વૃદ્ધ કાકાને ચપ્પુને અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
11:39 February 21
અમદાવાદના એલિસબ્રિજમાં લગ્ન પ્રસંગમાં 89 જુગારીઓ ઝડપાયા
અમદાવાદ: એલિસબ્રિજમાં લગ્ન પ્રસંગમાં જુગારીઓ ઝડપાયા. 89 જુગારીઓની ધરપકડ કરવામાં આવી. 150 મોબાઈલ અને 35 વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ.
11:37 February 21
રાજકોટના લોધિકા પાળ ગામ જોડાતા પુલની હાલત બિસ્માર
રાજકોટઃ રાજકોટના લોધિકા પાળ ગામ જોડાતા પુલ બિસ્માર હાલતમાં છે. પુલ થકી આસપાસના 50 ગામોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ગ્રામજનો અને ઉદ્યોગકારોએ ભેગા મળીને રસ્તો બંધ કર્યો હતો. પાળ ગામના પુલ ખાતે ઓવરબ્રિજ બનાવવાની ગ્રામજનોએ માંગ કરી છે.
11:34 February 21
23 ફેબ્રુઆરીએ પેપરલીક બિલ વિધાનસભામાં રજૂ કરાશે
ગુજરાત: 23 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે. રાજ્યપાલના ભાષણ બાદ પેપરલીક બિલ વિધાનસભામાં રજૂ કરાશે
11:31 February 21
ચાર ધામ યાત્રાને લઈને એડવાન્સ બુકિંગ શરૂ
ભારત: એપ્રિલ મહિનામાં ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેને લઈને આજથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભક્તો પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
11:29 February 21
ECના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે કરશે સુનાવણી
નવી દિલ્હી: ECના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે કરશે સુનાવણી
10:25 February 21
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે
વડોદરા : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. હિતેશ પટણીના નિધન બાદ અધ્યક્ષની જગ્યા ખાલી પડી હતી. અધ્યક્ષની રેસમાં 3 સભ્યો છે. આજે નવા અધ્યક્ષની નિમણુંક થશે.
10:24 February 21
દબાણ હટાવમાં નીકળેલા કમિશનરના હાથે આરોગ્ય ખાતું ઊંઘતું ઝડપાયું
ભાવનગર : દબાણ હટાવમાં નીકળેલા કમિશનરના હાથે આરોગ્ય ખાતું ઊંઘતું ઝડપાયું. આનંદનગર આરોગ્ય કેન્દ્રમાં મોડે સુધી સ્ટાફ નહિ મળતા એક્શન. કમિશનર અને ડેપ્યુટી કમિશનરની અચાનક ચેકીંગમાં ખુલ્યું. આરોગ્ય કેન્દ્રમાં 9.30 સુધી કોઈ નહિ મળતા એક્શન. ડેપ્યુટી કમિશનરે શો કોઝ નોટીસ આપવામાં આવશે.
10:20 February 21
શ્વાન કરડવાની ઘટનામા સતત વધારો
નવસારી : રાજ્યમા શ્વાન કરડવાની ઘટના સતત વધી રહી છે. જેના કારણે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે. નવસારીના નવી પોલીસ લાઈન વિસ્તારમાં ચાર લોકોને રેબિડ શ્વાન કરડવાની ઘટના બની છે. શ્વાન કરડેલા તમામ લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેની જાણ ફાયર વિભાગને થતા આ તમામ શ્વાનને પોલીસ લાઈન વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યાં છે.
10:18 February 21
ડભોઇ નગરપાલિકામાં સ્થાયી લેગાસી વેસ્ટના નિકાલ માટેનું ટેન્ડર જાહેર
વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા 15માં નાણાંપંચની ગ્રાંટ હેઠળ એક ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ડભોઇ નગરપાલિકામાં હાલમાં સ્થાયી લેગાસી વેસ્ટના નિકાલના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર 22 ફેબ્રુઆરી 2023થી 9 માર્ચ 2023 સાંજે 6 વાગ્યા સુધીમાં ડાઉનલોડ અથવા સબમીટ કરી શકાશે.
10:17 February 21
‘UNSCનું મૌન ખતરનાક ‘- ઉત્તર કોરિયાના મિસાઈલ લોન્ચિંગ પર ભડક્યુ અમેરિકા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જ્યારે ઉત્તર કોરિયા વૈશ્વિક ચેતવણીઓને અવગણીને મિસાઈલ છોડવાનું ચાલુ રાખતું હોવાથી કોરિયન ક્ષેત્રમાં સતત તણાવ છે. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સે સોમવારે મિસાઇલ પ્રક્ષેપણ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઇલ પ્રક્ષેપણની નિંદા કરે છે અને પ્યોંગયાંગને મુત્સદ્દીગીરીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, જોકે તેણે ઉમેર્યું હતું કે UNSC સહીત 14ના મૌન અને નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ ખતરનાક બની છે.
08:18 February 21
આ રીતે બાઈડેન સિક્રેટ રીતે પહોચ્યા યુક્રેન !
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને દુનિયાને ચોંકાવી દીધી. તેઓ સોમવારે સરપ્રાઈઝ વિઝિટ પર યુક્રેન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિની મુલાકાતને ટોપ સિક્રેટ રાખવામાં આવી હતી. કિવમાં તેના આગમનની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા પર ભારે બોમ્બ ધડાકા અને ઘાતક કાર્યવાહીની આશંકા વ્યક્ત કરી હતી. આના થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ બાઈડેનની મુલાકાતને એકતા દર્શાવવાના પગલા તરીકે જોવામાં આવી રહી છે.
06:21 February 21
Breaking News: નવસારીમાં વધુ 4 લોકોને રેબિડ શ્વાન કરડવાથી લોકોમાં ચિંતાનો માહોલ
ધોરાજી : રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ધોરાજી પોલીસને ઊંઘતી રાખી ધોરાજી શહેરમાં આવેલી શાકમાર્કેટ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારના અખાડા પર દરોડો પાડયો હતો. પાંચ જેટલા વ્યક્તિઓને રૂપિયા 23,630 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.