અમદાવાદ: સ્ટાર્ટઅપ ઈન્ડિયા નેશનલ રેન્કિંગ 2019માં ગુજરાત બેસ્ટ પરફોર્મર બન્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. બિઝનેસ ગુજરાતીઓના લોહીમાં વહે છે, તે સાબિત થયું છે. ગુજરાતનું બેસ્ટ પર્ફોર્મન્સ આવ્યું તે પાછળ આ કારણો જવાબદાર છેઃ
જે સ્ટાર્ટઅપનો ઉદ્દેશ ઈનોવેશન અને ડેવલપમેન્ટ હોય છે તેવા તમામ સ્ટાર્ટઅપને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તેમજ અન્ય સહાય પણ આપવામાં આવે છે. જોકે કોઈ પણ સ્ટાર્ટપનું ટર્ન ઓવર વાર્ષિક રૂપિયા 100 કરોડ ન હોવું જોઈએ.
જે પણ સ્ટાર્ટઅપને સહાય કરવા માટે પસંદ કરવામાં આવે છે તે સ્ટાર્ટઅપ શરૂ કરનારને ક્લાસરૂમ સેશન્સ, રિયલ કસ્ટમર ફિડબેક અને વન ટુ વન મેન્ટરિંગ જેવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિવિધ પ્રકારના બુટકેમ્પ અને હેકાથોન દ્વારા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી, 2000માં દેશમાં 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું હતું. કેન્દ્ર સરકારની આઈટી ક્ષેત્રની સંસ્થા નાસ્કોમના રીપોર્ટ મુજબ 2014થી 2019ના સમયગાળામાં વાર્ષિક એવરેજ 12થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટઅપમાં વૃદ્ધિ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટઅપમાંથી 43 ટકા સ્ટાર્ટઅપ માત્ર ગુજરાતમાં જ કાર્યરત હતા.
ગુજરાતમાં સ્ટાર્ટઅપ પૉલીસી અમલી છે, જેને પરિણામે 2014થી 2019 દરમિયાન 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઈ હતી. તેમાં પણ ગુજરાત 1500 કરતા વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ અને ફંડેડ સ્ટાર્ટઅપની સંખ્યા ધરાવતું રાજ્ય બન્યું હતું.