અમદાવાદ વડોદરાની સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. ATSએ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ડ્રગ્સ ફેક્ટરીમાં ભાગીદાર બનેલા પાર્ટનર અને માર્કટિંગ કરનાર અનિલ પરમાર, રાજુ રાજપૂત, યોગેશ તડવી ધરપકડ કરી છે.
અગાઉ ATS ધરપકડ કરી ચૂકી છે ઝડપાયેલા આરોપી પાસેથી કરોડો રૂપિયાની લેતીદેતીના પૂરાવા મળી આવ્યા હતા. ગુજરાત ATS અગાઉ પણ આ કેસમાં 6 આરોપીની ધરપકડ કરી ચૂકી છે.
ATSએ અગાઉ કર્યું હતું ચેકિંગ આ પહેલા વડોદરા ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તે પહેલા આ સર્ચ અગાઉ વડોદરા પાસે સિંધરોટથી મળી આવેલી મીની ડ્રગ્સ ફેક્ટરીના સંદર્ભે હોવાની પ્રબળ શક્યતાઓ હતી. સર્ચ દરમિયાન ડ્રગ્સ ફેક્ટરી સંદર્ભે પકડી પાડવામાં આવેલા આરોપીને પણ સાથે રાખવામાં આવ્યો હતો.
સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી તાજેતરમાં વડોદરાની સીમમાં આવેલા સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. તેને સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવતા શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. વડોદરા પાસે ચાલતી ડ્રગ્સની ફેક્ટરીના તાર વિદેશ સુધી જોડાતા હોવાના અહેવાલો પણ તાજેતરમાં સામે આવ્યા હતા. તેવામાં આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ગુજરાત એટીએસ દ્વારા સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
MD ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયો આ એ જ સિંધરોટ છે, જ્યાંથી ચૂંટણી પહેલા 478 કરોડ રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ બાબતે 5 આરોપીઓને ATS દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. તે રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછતા ચાલી રહી હતી. ત્યારે એટીએસે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી તપાસ કરી હતી. અહીંયા સ્ટોક બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડની બંધ ઓફિસની અંદરથી આરોપી શૈલેષને સાથે રાખી 2 બેરેલ કેમિકલનો જથ્થો ATS દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો. હાલમાં એટીએસ આ બંને બેરેલને કબ્જે કરી વધુ તપાસ માટે એફએસએલ માટે કઈ ગઈ હતી.