ETV Bharat / state

મોદી અને શાહની અધ્યક્ષતામાં આજે મળશે પાર્લામેન્ટરી બેઠક, ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે પાર્લામેન્ટરી બેઠક યોજાશે. તેમાં ઉમેદવારોના નામ નક્કી થશે અને આજે યાદી યાદી જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ બાદ ભાજપની યાદી અંગે પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ બેઠકમાં ભાજપના ચૂંટણી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આ યાદી બાદ જાણી શકાશે કે, કોનું પત્તું કપાયું અને કોને મળ્યો ચાન્સ.

મોદી અને શાહની અધ્યક્ષતામાં આજે મળશે પાર્લામેન્ટરી બેઠક, ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે

author img

By

Published : Nov 9, 2022, 1:03 PM IST

Updated : Nov 9, 2022, 2:21 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં ભાજપ ખૂબ ધ્યાન રાખી રહ્યું છે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી. તેમાં ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ત્યારે હવે વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. સામેલ નામો 4 તબક્કાની આકારણી નિરીક્ષણ પદ્ધતિમાંથી પસાર થયા હતા. ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કવાયત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah Home Minister) અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

સંસદીય બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય કેન્દ્રિય ગૃહપ્રધાને આ પ્રક્રિયા દરમિયાન પક્ષ દ્વારા હાથ ધરાયેલા ત્રણ સર્વેક્ષણોના તારણો પર સંગઠનના નેતાઓના મંતવ્યો ધ્યાનમાં લીધા હતા. ત્યારબાદ પેનલની રચના (Gujarat BJP Candidates Panel) કરી હતી. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) વચ્ચેની બેઠક અને દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક (BJP Parliamentary Board meeting) બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

છેલ્લી ઘડીએ સંઘવીનો કરાયો સમાવેશ આ વખતે દાવેદારી નોંધાવવા અનેક મૂરતિયાઓ લાઈનમાં ઊભા છે. ત્યારે ભાજપ 4 તબક્કાના આધારે દાવેદારોની તાકાતનું પરીક્ષણ કર્યું અને પછી તેમને પેનલમાં (Gujarat BJP Candidates Panel) સ્થાન આપ્યું છે.ઉમેદવારોના નામ નક્કી કરવા માટે રાજ્ય એકમની સંસદીય બોર્ડની બેઠકમાં (BJP Parliamentary Board meeting) છેલ્લી ઘડીએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મોહનસિંહ રાઠવાનું કૉંગ્રેસને બાય બાય મહત્વનું છે કે, કૉંગ્રેસમાંથી 10 વખત ધારાસભ્ય રહેલા દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ સાથે જ ભાજપને ભાવતું મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Last Updated : Nov 9, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.