ETV Bharat / state

ત્રણ પક્ષની સો ટકા ડિપોઝિટ જપ્ત, કોંગ્રેસ આપ અને અન્યની કેટલી ડિપોઝિટો ગઇ જાણો - કોંગ્રેસ આપ અને અન્યની કેટલી ડિપોઝિટો ગઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં(Gujarat Assembly Election Results 2022 ) ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ હોય તેની વિગત જોઇએ. આ ચૂંટણીમાં બંને તબક્કાના મળીને 1621 ઉમેદવારો ઊભા હતાં. તેમાંથી 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જેમાં સીપીઆઇ, સીપીઆઈએમ અને બીટીપીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે.પહેલા તબક્કામાં 788 ઉમેદવારો હતાં તેમાંથી 595 ઉમેદવારોની એટલે કે 75.51 ટકા ડિપોઝિટ જપ્ત થઇ છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો હતાં તેમાંથી 636 ઉમેદવાર એટલે કે 76.35 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે

ત્રણ પક્ષની સો ટકા ડિપોઝિટ જપ્ત, કોંગ્રેસ આપ અને અન્યની કેટલી ડિપોઝિટો ગઇ જાણો

author img

By

Published : Dec 9, 2022, 7:15 PM IST

Updated : Dec 10, 2022, 3:39 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો (Gujarat Assembly Election Results 2022 ) ની છણાવટ કરતાં કેટલીક માહિતી એવી પણ મળી રહી છે જેનું ગણિત સમજવું ગમે. ગુજરાતીઓ કયા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ તે રસથી ચર્ચતાં હોય છે. ગુજરાત ચૂંટણીના બે તબક્કામાં જોઇએ તો પહેલા તબક્કામાં 788 ઉમેદવારો હતાં તેમાંથી 595 ઉમેદવારોની એટલે કે 75.51 ટકા ડિપોઝિટ જપ્ત થઇ છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો હતાં તેમાંથી 636 ઉમેદવાર એટલે કે 76.35 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. આમ કુલ 1621માંથી 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે (Forfeited Deposits of the Candidates ) જેનું કુલ પ્રમાણ 75.94 ટકા છે. આ ખાસ રીપોર્ટમાં અમે આપને જણાવીએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં કયા પક્ષના કેટલા ઉમેદવારોની ડિપોઝિટો (Party wise Deposit Forfeited ) જપ્ત થઇ છે.

સૌથી વધુ ડિપોઝિટ જપ્ત થઇ હોય તે જિલ્લો કમળની સુનામી કુલ 75.94 ટકા ઉમેદવારોની ડિપોઝિટ તાણી ગઇ છે. જેમાં એકલા અમદાવાદની બેઠકોમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની ડિપોઝિટ સૌથી વધુ જપ્તીમાં ગઇ છે. કુલ 84.74 ટકા ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત (Forfeited Deposits of the Candidates ) થઇ છે જે અન્ય કોઇપણ જિલ્લા કરતાં સૌથી વધુ છે.

પક્ષવાર ડિપોઝિટો જપ્ત વિગત કોંગ્રેસના 41 ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત થઇ છે. જે 22.91 ટકા જેટલું પ્રમાણ (Forfeited Deposits of the Candidates ) દર્શાવે છે. ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવેલી આમ આદમી પાર્ટીના 181 ઉમેદવારમાંથી 126 ઉમેદવારોની ડિપોઝિટો જપ્ત થઇ છે. જે કુલ 69.61 ટકા છે. જ્યારે આ ચૂંટણીમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો તેમાં 98.23 ટકા ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો (Forfeited Deposits of the Candidates ) આવ્યો છે. મુખ્ય સત્તાધારી પક્ષ ભાજપમાં જોઇએ તો નોંધવું રહ્યું કે ભાજપના એકપણ ઉમેદવારની ડિપોઝિટો જપ્ત થઇ નથી.

તમામ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત આ કેટેગરીમાં ત્રણ પક્ષ છે. એટલે કે જે પક્ષનો એકપણ ઉમેદવાર 16 ટકા મત નથી મેળવી શક્યો તેમાં કુલ ત્રણ પક્ષ છે જેની સોએ સો ટકા ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. તેમાં સીપીઆઈએમ, સીપીઆઈ અને બીટીપીનો સમાવેશ થાય છે. આમાં બીટીપી ગુજરાતનો જ પક્ષ છે. બીટીપીએ 26 બેઠક પર ઉમેદવારો ઊતાર્યાં હતાં. તેમાં એકપણ ઉમેદવાર જીતી નથી શક્યો અને ડિપોઝિટ પણ ગુમાવી છે. સીપીઆઈએ 3 ઉમેદવાર મૂક્યાં હતાં જેમના પણ સોએ સો ટકા ડિપોઝિટ જપ્ત થઇ છે. સીપીઆઈએમ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 9 ઉમેદવાર ઊભા રખાયાં હતાં તેમાં પણ તમામની ડિપોઝિટ જપ્ત(Forfeited Deposits of the Candidates ) થઇ છે.

અન્ય પક્ષની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કામાં મળીને અન્ય નાના નાના પક્ષોના કુલ 304 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. તેમાંથી 302 ઉમેદવાર એટલે કે 99.34 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ગુમાવવાનો વારો (Forfeited Deposits of the Candidates ) આવ્યો છે.

અપક્ષ ઉમેદવારોની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાના મળીને 623 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ જંગી આંકડામાંથી 612 ઉમેદવારોને પોતાની ડિપોઝિટ ગુમાવવી પડી છે. જે કુલ 98.23 ટકાનું પ્રમાણ દર્શાવે છે.

એઆઈએમઆઈએમની સ્થિતિ ગુજરાતવિધાનસભા ચૂંટણી પરિણામોમાં આ પક્ષના કુલ 92.31 ટકા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ છે. એઆઈએમઆઈએમ દ્વારા મુસ્લિમ વોટબેંકને ધ્યાને લઇને મુસ્લિમબહુલ વિસ્તારોમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યાં હતાં. આ પક્ષે કુલ 13 ઉમેદવાર ઊભા રાખ્યાં તેમાંથી 12ની ડિપોઝિટ જપ્ત(Forfeited Deposits of the Candidates ) થઇ ગઇ છે.

બીએસપીની સ્થિતિ ગુજરાત વિધાનસભામાં બેસવાની મહેચ્છાથી માયાવતીની બીએસપીએ કુલ 101 ઉમેદવાર ઊભા રાખ્યાં હતાં. જોકે તેમાં એકમાત્ર ઉમેદવાર ડિપોઝિટ જપ્તીથી બચી શક્યાં છે. બીએસપીના 100 ઉમેદવારોની એટલે કે 99.01 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates ) થઇ છે.

આમ આદમી પાટીનું નુકસાન ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા આવેલી આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર ઉમેદવારો ઊભાં રાખ્યાં હતાં. જેમાં એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયું તે બાદ 181 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં આપના કુલ 181 ઉમેદવારોમાંથી 126 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. આપને આ દ્રષ્ટિએ કુલ 69.61 ટકા ડિપોઝિટ જપ્તી (Forfeited Deposits of the Candidates ) ભોગવવી પડી છે.

વિપક્ષ કોંગ્રેસમાંથી ડિપોઝિટ જપ્તની સ્થિતિ ગુજરાત વિધાનસભામાં બેસવા માટે વિપક્ષના હોદ્દા સાથે બેસવાની લાયકાત પણ ન મેળવી શકેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કરીને 3 બેઠક તેને ફાળવી હતી અને પોતાના 179 બેઠક પર ઉમેદવાર ઊતાર્યાં હતાં. જેમાંથી 41 ઉમેદવાર એટલે કે કુલ 22.91 ટકા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates ) થઇ ગઇ છે.

ભાજપને કોઇ નુકસાન નહીં ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો Gujarat Assembly Election Results 2022માં 156 કમળ ખીલવનાર ભાજપને આ બાબતે કોઇ નુકસાન વેઠવાનો વારો નથી આવ્યો. ભાજપના એકપણ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ નથી.

Last Updated : Dec 10, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.