અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન(First phase voting) યોજાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં કુલ યુવા ઉમેદવારોની સંખ્યા156 (Total number of youth candidates) છે. આમ આદમી પાર્ટીએ સૌથી વધુ યુવા ઉમેદવારો આપ્યા છે, જ્યારે સૌથી વૃદ્ધ ઉમેદવારોની સંખ્યા(Total number of oldest candidates) 84 છે. ભાજપે સૌથી વયોવુદ્ધ ઉમેદવારોને ટિકિટ આપી છે.
આપમાં સૌથી વધુ યુવા ઉમેદવારો: વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કુલ 788 ઉમેદવારો આ જંગ લડી રહ્યા છે. જેમાં યુવા મતદારો 25થી 35 વયજૂથ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા 156 છે. જેમાં સૌથી 23 યુવા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે. જ્યારે ભાજપે માત્ર 3 અને કોંગ્રેસે 2 જ યુવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. એક રીતે એ પણ કહી શકાય તો યુવા ચહેરા ખૂબ ઓછા જાણીતા હોય છે. જેથી કોઈ જૂની પાર્ટી વધારે જોખમ લેવાનું પસંદ કરતી નથી.
36થી 50 વચ્ચેની ઉંમર ધરાવતા ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ 363 છે. જેમાં ભાજપે 22, કોંગ્રેસ 38 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 39 ઉમેદવારોને ટિકિટ આપી છે. 51-60 વયજુથમાં કુલ 185 ઉમેદવારો જંગ લડી રહ્યા છે. જેમાં સૌથી ઓછા આમ આદમી પાર્ટીએ 18 લોકોને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે સૌથી વધુ 39 અને કોંગ્રેસે 32 ઉમેદવારો આપ્યા છે.
ભાજપમાં સૌથી વધુ વય ધરાવતાં ઉમેદવારો: સૌથી વધુ એટલે કે 60 વર્ષથી વધુ વય ધરાવતાં ઉમેદવારોની સંખ્યા 84 છે. જેમાં ભાજપે લાંબા સમયથી જાણીતા સૌથી વધુ વયો વૃદ્ધ અને અનુભવી 25 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ત્યારબાદ કોંગ્રેસે 17 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ સૌથી ઓછા 8 ઉમેદવારોને ટિકિટ આપી છે. એક રીતે કહી શકાય કે ભાજપમાં અનુભવી અને વયોવૃદ્ધ નેતાઓની સંખ્યા વધારે છે. તેમના અનુભવને તેઓ સાથે લઈને ચાલવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. વય સાથે તેમનું જનતા સાથેનું જોડાણ પણ એટલું જ ઉંડુ હોય છે. જ્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતમાં પોતાનો દાવ ખેલી રહી છે. તેમની પાસે અનુભવ ધરાવતાં નેતાઓની અછત છે પરંતુ તેમણે નવા યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.