અમદાવાદઃ જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Congress Ahmedabad office) ચૂંટણી નજીક આવી રહી છે. એમ ગુજરાત રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળે છે. કોંગ્રેસ કાર્યાલય અમદાવાદમાં તોડફોડ થયા બાદ બીજા દિવસે ભરતસિંહ સોંલંકીના સમર્થકો કોંગ્રેસ ઓફિસ (Gujarat Assembly election 2022) પહોંચીને નારેબાજી કરી રહ્યા હતા. જેને લઈને અનેક પ્રકારની ચર્ચા લોકમુખે થઈ રહી છે. શાહનવાઝ શેખના સમર્થકોએ તોડફોડ કર્યા બાદ બીજા દિવસે ભરતસિંહ સોલંકીની (Congress leader Bharatsinh solanki) નેમ પ્લેટ ફરીથી લાગી ગઈ હતી.
નવી નેમ પ્લેટઃ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની નેમ પ્લેટ ફરી લાગી ગઈ હતી. બન્ને નેતાઓના સંમર્થકોએ કોંગ્રેસ કચેરીમાં જઈને નારેબાજી કરી હતી. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો સામસામે આવવાના બદલે કોંગ્રેસ પક્ષના જ બે જૂથમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પોતાનો જ કાર્યકરોનો વિરોધનો સામનો કર્યો છે. ટિકિટ વહેંચણીને લઇને પાર્ટી કાર્યકર્તાઓનો અસંતોષ ઊભરી આવ્યો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા સીટ પરથી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવાને લઇને પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર દોડી આવ્યા હતા અને કચેરીમાં તોડફોડ કરી હતી.
ફરીથી બધુ યથાવતઃ સોમવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમદાવાદમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. જ્યાં પાર્ટીના નેતા ભરતસિંહ સોલંકીના પોસ્ટરોને આગચંપી કરી હતી. ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને નેમપ્લેટ પણ તોડી નાખી હતી. કાર્યકરોએ ખેડાવાલા પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવતા દિવાલો પર અપમાનજનક શબ્દો લખ્યા હતા. જોકે, બીજા દિવસે ભરતસિંહના સમર્થકોએ કાર્યલયમાં પહોંચીને ફરીથી નવી પ્લેટ લગાવી દીધી હતી.