અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ રંગેચંગે જામી ચૂક્યો છે. તો બીજી તરફ હાલ ગુજરાતમાં (Sachin Pilot visits Ahmedabad) પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પણ ચાલી રહી છે. પાંચ તારીખે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી યોજવામાં જઈ રહી છે, ત્યારે હજુ પણ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેને લઇને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન સચિન પાયલોટ આજે અમદાવાદમાં જન સભાને સંબોધવાના છે. કોંગ્રેસ પ્રચાર અંગે અને રણનીતિ અંગે સચિન પાઇલોટ માહિતી આપી હતી.(Sachin Pilot hits out at BJP)
સચિનના આક્ષેપ સચિન પાયલોટે જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ એકજૂથ છે. અમારું જે ટેમ્પરેચર છે તે ખૂબ મજબૂત છે અને ખૂબ સાર્થક રહ્યું છે. અમારા જિલ્લા પંચાયતના ગામના શહેરના તમામ કાર્યકર્તાઓએ સારી રીતે (Gujarat Election 2022) કામ કર્યું છે. અમારા જન ઘોષણાપત્ર શાનદાર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં અમે દેશને વિકલ્પ આપવાની પણ કોશિશ કરી છે. ગુજરાતની સરકાર જો સારું કામ કરી રહી હતી. તો વારંવાર મુખ્યપ્રધાન કેમ બદલ્યા અને મંત્રીમંડળ પણ કેમ બદલવામાં આવ્યું. દેશના વડાપ્રધાન, ગૃહપ્રધાન, રક્ષણ પ્રધાન ઘણા દિવસોથી ગુજરાતમાં આવીને કેમ્પેઇન કરી રહ્યા છે. જો ગુજરાતની જનતા સરકારના કામથી ખુશ હોત તો આપમેળે જ એમને વોટ આપતા.(Sachin Pilot Sabha in Ahmedabad)
ગુજરાતમાં પોઝિટિવ બદલાવ આવશે વધુમાં પાયલોટે જણાવ્યું હતું કે, આજે બધા લોકોએ બહારથી આવીને ગુજરાતમાં વોટ માંગવા પડી રહ્યા છે, ત્યારે ક્યાંકને ક્યાંક એમનો ડર છે કે, ગુજરાત સરકાર કામ નથી કરી શકી. પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર આ વખતે જરૂરથી આવશે. ગુજરાતની જનતા આ વખતે પરિવર્તન લાવશે. તમે વાત કરી કે અમે જે પણ વચન આપ્યા છે એનાથી અમે કમિટેડ છીએ. બીજેપી તો હવે સંકલ્પ પત્ર લાવી છે જ્યારે અમે અમારા વચનો ઉપર ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા છીએ. આ વખતે ગુજરાતમાં પોઝિટિવ બદલાવ આવશે અને એ પણ કોંગ્રેસના જ પક્ષમાં આવશે.(Gujarat Assembly Election 2022)