ETV Bharat / state

મંગળફેરા ને મતદાનઃ ચૂંટણીના સમયગાળા દરમિયાન લગ્ન છે તો આટલી બાબતો ખાસ જાણી લ્યો - લગ્નસરાની સીઝન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બસ હવે આવી જ ગઇ છે. તો બીજી બાજુ શિયાળું લગ્નોત્સવની પણ શરૂઆત થવા જઇ રહી છે.તો શું મતદાન પર શિયાળુ લગ્નોત્સવની અસર જોવા મળશે? શુ પરિણામ પર પડશે લગ્ન સિઝનની (Wedding season) અસર? જાણો અમારા આ ખાસ અહેવાલમાં.

મંગળફેરા ને મતદાનઃ ચૂંટણી પર લગ્ન સીઝન આવી અસર કરશે

author img

By

Published : Nov 10, 2022, 4:17 PM IST

Updated : Nov 10, 2022, 4:50 PM IST

અમદાવાદ ગુજરાતમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો બીજી બાજુ સાથે સાથે શિયાળુ લગ્નોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. ચૂંટણી અને તેની સાથે લગ્નોત્સવ બન્ને જોડે હોવાના કારણે લગ્નની અસર ચૂંટણી પર પડી શકે છે. ખાલી અમદાવાદની જ વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદમાં 35,000 લગ્નો થવા જઇ રહ્યા છે. તારીખ 2, 4થી અને તારીખ 8મી ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહૂર્તના દિવસોમાં મોટા પાયે લગ્નો યોજવા જઇ રહ્યા છે. ઈવેન્ટ આયોજકોનું આ વિશે માનવું છે સાથે સાથે ચૂંટણી અને લગ્નો હોવાના કારણે કે મતદાનને અસર થઈ શકે છે.

મતદાન કરવું કે લગ્ન કરવા? ચૂંટણી પંચે જે તારીખે બહાર પાડી છે મતદાન માટે તે સમયમાં સૌથી વધારે લગ્ન થતા હોય છે. અને આ વખતે તો વધારે છે કેમકે કોરોનાના કાળના કારણે છેલ્લા બે વર્ષથી લોકો મોજ અને શોખથી લગ્ન કરી શક્યા ન હતા. પરંતુ આ વખતે જયારે કોરોના બહુ જ ઓછા કેસ છે ત્યારે લોકો પણ તલપાપડ થઇ રહ્યા છે મોજથી લગ્ન અને દરેક રસમને ઉલ્લાસથી કરવામાં માટે. આ વખતે કોરોનાના કેસો ના હોવાના કારણે લોકો કોઇ પણ નિંયત્રણ વગર ખુલ્લા મનથી ઉજવણી કરવા માટે રાહ જોઇ રહ્યા છે. તો એ જ સમયમાં ચૂંટણી હોવાના કારણે લગ્નની સિઝનની (Wedding season) અસર ચૂંટણી પર ચોક્કસથી જોવા મળશે. લોકો વિચારી રહ્યા છે કે મત આપવા જવા કે લગ્ન કરવા જવા.

લગ્નોત્સવ 14 ડિસેમ્બર સુધી ચાલશે જોવા જઇએ તો દેવ દિવાળી, તુલસી વિવાહ પછી તરત જ શિયાળુ લગ્નોત્સવ શરૂઆત થઇ જાય છે. પરંતુ તારીખ 17મી નવેમ્બર સુધી કોઇ પણ સારૂ મુહૂર્ત નથી. જેના કારણે આ તારીખ સુધી કોઇ પણ સારૂ કાર્ય થઇ શકે નહી. પરંતુ તારીખ 17 પછી સતત સારા મુહૂર્ત હોવાના કારણે તારીખ 14 ડિસેમ્બર સુધી સતત લગ્નની સિઝન રહેશે. તો બીજી બાજુ પરિવારના લોકોને પણ મેનેજમેન્ટ અને ગેસ્ટ રિસેપ્શન બંનેને લઈને ચિંતા જોવા મળી રહી છે. પરંતુ એ પાક્કું કહી શકાય છે કે બેન્ડ બાજા બારાતમાં ચૂંટણીને અસર થઇ શકે છે. આ વખતે બીજી પણ એક ખાસ વાત એ છે કે એક મહિના સુધી સારા મુહૂર્ત છે.

ચૂંટણીના રંગમાં ભંગ ચૂંટણી ટાણે જ લગ્નસરાની સીઝન (Wedding season) હશે. લોકો પોતાના આયોજનમાં વ્યસ્ત હશે અને જેના કારણે રાજકીય પાર્ટીઓ પણ ચિંતામાં જોવા મળી રહી છે, કેમકે ધણાં બધા લોકોના મત કપાઇ શકે છે. બીજી બાજુ લગ્નની સિઝન હોય એટલે લોકો બીજા ગામ પણ જતા હોય છે જેના કારણે ચૂંટણી બહુ જ બધી અસર થઇ શકે છે. આમં છતા દરેક પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો લોકોને વિંનતી કરશે કે તમારો સમય કાઢીને મત આપવા જરૂરી આવજો.

લોકોમાં ઉત્સાહ કોરોનાકાળમાં દરેક લોકોએ પ્રતિબંધો સાથે પોતાના પ્રંસગોની ઉજવણી કરી છે. એ સમય એવો હતો કે આંમત્રણ આપવામાં આવતા હતા પરંતુ આવવા માટે મનાઇ કરવામાં આવતી હતી. ધણી વાર લોકો પણ સામેથી સમજીને જ કોઇ પણ પ્રંસગમાં હાજરી આપી રહ્યા ન હતા. આજ દિન સુધી લોકો તે સમય ભુલી શક્યા નથી ના તો કયારે પણ ભુલી શકશે. પરંતુ આ સમયમાં કોઇ પણ જાતની સ્વતંત્રતા ન હતી. માનવી આ સમયમાં અકળાઇ ગયો હતો. પરંતુ આ વખતે લોકો સ્વતંત્રતાથી અને કોરોનાથી મુક્ત જીવન જીવી રહ્યા છે ત્યારે આ વખતે લગ્નની સિઝનમાં ધમાલ મચાવવા તૈયાર છે. તે માટે ચોક્કસથી કહી શકાય કે આ વખતે ચૂંટણી પર લગ્નની સિઝનની અસર જોવા મળશે.

મતદારોને આકર્ષવા ગુજરાતમાં હાલ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જામી ગયો છે પરંતું લગ્નની સિઝન હોવાના કારણે તેની અસર મતદાનમાં ના પડે તે માટે રાજકીય પક્ષો કોઇ પણ કસર નહીં છોડે. કોઇ પણ કારણ એવું બાકી નહીં રહે જેના કારણે મતદારો પોતાનો મત નાંખી ના શકે. જેના કારણે તમામ રાજકીય નેતા મતદારોને મોટા ભાગની સુવિધા પુરી પાડી શકશે.

પ્રથમ સપ્તાહમાં 35 હજાર લગ્ન ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના છે, પરિણામની તારીખ 8 ડિસેમ્બર છે. બીજી બાજુ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અને ખાસ કરીને તારીખ 2, 4 અને 8 ડિસેમ્બરના સારા મુહૂર્ત છે. અને ખાસ વાત એ છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં 35000 લગ્નનું આયોજન થવાનું છે. જેના કારણે તેની અસર ચૂંટણી પર વિપરીત પડી શકે છે.

મોટી અસર નહી થાય "લગ્નની અસર ચૂંટણી (Gujarat Assembly Election 2022)પર બિલકુલ જોવા નહી મળે. અને કદાચ જોવા મળે તો પણ 1 ટકા જેવી જોવા મળી શકે છે. કેમકે મોટા ભાગના લોકો પોતાના પ્રંસગ પતાવીને મતદાન આપી આવતા હોય છે. વર અને વધુ પણ જતા હોય છે અને તેજ રીતે તેમના પરિવારના લોકો પણ જતા હોય છે. ન ગણીએ તેવી અસર થાય લગ્નની ચુંટણી પર બહુ જ કોઇ મોટી અસર ના થઇ શકે કે જેના કારણે ચૂંટણીના પરિણામાં અસર પડે. લગ્નના સમયે જાનયા હોય તો તેમાં વધીને 60થી 70 જેવા લોકો હોય છે તો તેની કોઇ મોટી અસર ચૂંટણીના પરિણામ પર ના પડી શકે " તેવું રાજકીય વિશ્લેશક હરેશ ઝાલા દ્રારા જણાવવામાં આવ્યું હતું.

પાર્ટી મજબુત "ચૂંટણીમાં થોડી અસર પડશે. પરંતુ જે પાર્ટી મજબુત હોય તેમને કોઇ અસર પડતી નથી. પરંતુ તેની અસર થોડી તો જોવા મળતી હોય છે. રાજકીય પક્ષો કોઇ પણ રીતે પોતાનો રસ્તો કાઢી જ લેતા હોય છે. પરંતુ જે પાર્ટી મજબુત નથી તેને અસર થઇ શકે છે. મોટા ભાગે આપને અસર થઇ શકે છે અને કોંગ્રેસને પણ અસર થઇ શકે છે પરંતુ લગ્નની સિઝન હોવા છતા ભાજપને કોઇ અસર થઇ શકે નહી. હજુ કોંગ્રેસ પણ મેનેજ કરી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીમાં મોટી અસર જોવા મળી શકે છે કેમકે તે હજુ તે એટલી ગુજરાતમાં દરેક જગ્યાએ પહોંચી નથી. અને કોંગ્રેસ અને ભાજપ જૂની છે જેના કારણે તે પોતાના મત અને મતદાન કર્તા માટે કોઇ પણ રીતે સુવિધા કરી શકે. પરંતુ આમ આદમી પાર્ટી માટે દરેક મત નવા છે. અને તેને લેવા માટે તેમને આજ વખતે જ મત લેવામાં લગ્નની અસર પડી શકે છે. પરિણામ પર 1થી 2 ટકા જેવી અસર પડી શકે છે. મતદાનની ટકાવારીમાં અસરપડી શકે છે માત્ર "તેવું રાજકીય વિશ્લેશક પાલા વરૂ દ્રારા જણાવવામાં આવ્યું હતું.

Last Updated : Nov 10, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.