ETV Bharat / state

કોંગ્રેસે કરવી પડી ખાનગી બંગલામાં બેઠક, શું હશે આ ખાનગી બેઠક પાછળનું કારણ? - તાલાલાના ધારાસભ્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે. અત્યારે હાલમાં કોંગ્રેસની પરિસ્થિતિ જોઈએ તો એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના બે ખૂબ જ સિનિયર નેતાઓએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કર્યો છે ત્યારે આ બધાને લઈને કોંગ્રેસના નેતાઓએ છેલ્લી ઘડીએ જાગીને અમદાવાદના ખાનગી બંગલાઓમાં (Congress hold a Meeting in a Private Bungalow) બેઠક યોજી હતી.

કોંગ્રેસે કરવી પડી ખાનગી બંગલામાં બેઠક, શું હશે આ ખાનગી બેઠક પાછળનું કારણ?

author img

By

Published : Nov 9, 2022, 10:45 PM IST

અમદાવાદ શહેરના જીવરાજપાર્કના વિસ્તારમાં (Jivaraj Park area of Ahmedabad) આવેલા સત્તર બી ટ્રસ્ટ નામના મકાનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બેઠક (Senior Congress leaders meeting) કરી હતી. કોંગ્રેસમાં સતત થઈ રહેલા એક પછી એક મોટા નેતાઓના રાજીનામાને ખાવા માટે હવે કોંગ્રેસી નેતાઓએ ખાનગી બંગલાઓમાં મીટીંગ કરી હતી. આ બેઠકમાં પ્રભારી રઘુ શર્મા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અને સિદ્ધાર્થ પટેલ, સહિતના જ નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના વિશ્વાસુ લોકોને ટિકિટ આપવા કોંગ્રેસી નેતાઓએ પાર્ટીની ઓફિસ છોડીને પરિચિત લોકોના મકાન અને અન્ય જગ્યાઓએ ઉમેદવારોને બોલાવીને પાર્ટીની ટિકિટ આપવાની રણનીતિ નક્કી કરી હતી.

અત્યારે હાલમાં કોંગ્રેસની પરિસ્થિતિ જોઈએ તો એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના બે ખૂબ જ સિનિયર નેતાઓએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કર્યો છે

આખું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું હચમચી ગયું આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Congress Regional President) જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ભાજપ પહેલા દિવસથી જ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસના આગેવાનો તોડીને ભાજપમાં આવે તો જ ભાજપ ચૂંટણીની તૈયારી કરી શકે એવી પરિસ્થિતિ છે. એટલે અમે જ્યારે પણ મોટા કાર્યક્રમો કરીએ છીએ. ત્યારે કમલમમાં પણ વેલકમના કાર્યક્રમો થયા જેમ ચૂંટણી નજીક આવતી જાય છે. એમ કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યોને પોતાનામાં લઈ રહ્યા છે પણ જેવું એમનું લિસ્ટ જાહેર થશે. એ પછી ભાજપમાં જે પડખો દેખાશે એ કલ્પના બહારનો હોય છે. એટલા માટે આખું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું હચમચી ગયું છે.

કોંગ્રેસના નેતાઓએ છેલ્લી ઘડીએ જાગીને અમદાવાદના ખાનગી બંગલાઓમાં બેઠક યોજી હતી.

વગદાર નેતાઓને તોડો જે રીતના અમને અંદરથી સમાચારો મળી રહ્યા છે, ક્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનું લિસ્ટ જાહેર કરે અને અમે કહ્યું એમ 70થી વધારે સીટો આવતી નથી. કોંગ્રેસના ધારાસભ્યોને તોડો કે વગદાર નેતાઓને તોડો અને એ બધાને તોડીને યેનકેન પ્રકારે સરકાર બનાવવાવી વાત ચાલી રહી છે. એમાં પણ બીજેપી સફળ થવાની નથી.

બી ટીમની વ્યવસ્થા અમે પણ કરી રહ્યા છીએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું દાવા સાથે કહું છું કે, સફળતા મળવાની નથી. જે પણ આપે કહ્યું કે 48 કલાકમાં બે રાજીનામાં કોંગ્રેસમાંથી ગયા એનો સિલસિલો (Continuity in resignation from Congress) ક્યાં સુધી ચાલશે. એની નાની મોટી ખબર અમને પણ છે. જે બનાવો બની રહ્યા છે એની બી ટીમની વ્યવસ્થા અમે પણ કરી રહ્યા છીએ. એ લોકો રણનીતિ બનાવી રહ્યા છે તો અમે પણ બાકીની રણનીતિ બનાવી રહ્યા છીએ.

ભગા બારડે પણ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા ધારણ કરી લીધા અત્રે નોંધનીય છે કે, ચૂંટણીને થોડોક જ સમય બાકી છે, ત્યારે કોંગ્રેસમાંથી મોહન રાઠવા અને તાલાલાના ધારાસભ્ય (Talala MLA) ભગા બારડે પણ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા ધારણ કરી લીધા છે ત્યારે શું આગામી સમયમાં હજુ અન્ય નેતાઓ પણ પક્ષ પલટો કરી શકે એવા સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.