અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ તારીખ નજીક (Congress candidate in Gujarat) આવી રહી છે. તેમ દરેક રાજકીય પક્ષમાં ટિકિટને લઈને ઉમેદવારોની નારાજગી સામે આવી રહી છે, ત્યારે હાલ કોંગ્રેસમાં હાલત ખુબ કફોડી જોવા મળી રહી છે. કારણ કે કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક નેતા કોંગ્રેસ પક્ષની સામે નારાજગી દર્શાવી છે. કોંગ્રેસ દ્વારા જો ટિકિટ આપવામાં નહીં આવે તો તે પોતે અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવી તૈયારી દર્શાવી છે.(Gujarat Assembly Election 2022)
અશોક ગહેલોત સાથે મીટીંગ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, મેં 5 વર્ષની અંદર પક્ષને શોભે એવી ઉત્તમ પ્રકારની કામગીરી કરી છે. રાક્ષસી પાર્ટી સામે પણ મેં આક્રમક રીતે પ્રહાર કર્યા છે. તેમ છતાં 2017 બાદ હવે 2022માં પણ ક્યાંકને ક્યાંક મને બોટાદ વિધાનસભા બેઠક પર ટિકિટ આપવા બાબતે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. જે બાબતે અશોક ગહેલોત સાથે પણ ચર્ચા કરી છે. મને હકારાત્મક જવાબ મળશે તેઓ વિશ્વાસ આપવામાં આવ્યો છે. હવે હું મારી રજૂઆત કરવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ મળવા જઈ રહ્યો છું. (Congress leader Manhar Patel)
2017નું પુનરાવર્તન વધુમાં જણાવ્યું હતું કે, 2017માં જ્યારે મેં બોટાદ વિધાનસભા બેઠક પર ટિકિટ માંગણી કરી હતી. ત્યારે પણ મને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમે અત્યારે નિષ્ઠાપૂર્વક કામ કરો આગામી સમયમાં તમને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે. પરંતુ આ વખતે પણ તે જ વાતનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. તેથી હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મળવા જઈ રહ્યો છું. જો મને ટિકિટ આપવામાં નહીં આવે તો બોટાદની અંદર ત્રણ લાખથી પણ વધુ મારા મતદારો છે. જે તેમનો અંતર આત્માને તે લોકો કહેશે તેમ હું કરીશ. (Congress leader in independent)
અપક્ષમાંથી લડીશ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આ વખતે મારી સાથે અન્યાય કરવામાં આવશે. તો હું મારા મતદારોના નિર્ણય મુજબ ચૂંટણી લડીશ. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં નહીં જોડાવું. હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે ચોક્કસ લડીશ કેમ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા છું. કોંગ્રેસમાં જ રહેવાનો છું. પણ જો કોંગ્રેસ પક્ષ મને છોડાવશે તો હું છોડી દઈશ હું સામેથી કોંગ્રેસ પક્ષ નહીં મુકું. ભલે મારી નારાજગી હોય પરંતુ મારા મતદારો કહેશે તેમ હું કરીશ. (Congress seat in Gujarat)