અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી જેમાં માર્ચ 2023 માં કુલ 4,77,392 જેટલા નિયમિત વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી આ પરીક્ષા માં પૈકી 3,49,792 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે આમ નિયત ઉમેદવારની પરિણામ 73.27 ટકા જાહેર થયું છે જ્યારે 28,321 જેટલા વિદ્યાર્થીઓ રીપીટેડ તરીકે નોંધાયા હતા, જેમાં 1125 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
સૌથી વધુ કચ્છ જિલ્લાનું પરિણામ: પરિણામની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 54.67 ટકા સાથેનું પરિણામ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો દેવગઢબારિયા નું 36.28% પરિણામ જાહેર થયું છે.
100 ટકા પરિણામ ઘટાડો: માર્ચ 2022 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 1264 જેટલી શાળાનું 100 ટકા પરિણામ હતું ત્યારે માર્ચ 2023 માં ફક્ત 311 શાળા 100% જેટલું પરિણામ પ્રાપ્ત કરી શકી છે કે જ્યારે 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી સંખ્યા માર્ચ 2022 માં ફક્ત એક જ સારા હતી કે જેમાં પણ વર્ષ 2013માં વધારો થઈને 44 શાળાઓનું પરિણામ 10% થી પણ ઓછું છે.
વિદ્યાર્થીનીઓએ બાજી મારી: માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી ત્યારે સામાન્ય પ્રવાહમાં પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ જ બાજી મારી છે નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની વાત કરવામાં આવે તો 67.3% જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 80.39% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે જ્યારે દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા ની વાત કરવામાં આવે તો 3097 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 2023 માં ફક્ત 357 જેટલા જ ગેર રેતીના કેસ નોંધાયા હતા.
અંગ્રેજી મધ્યમનું પરિણામ વધુ: ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ ની વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતી હિન્દી મરાઠી ઉર્દુ સિંધી અંગ્રેજી અને તામિલ ભાષામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટકાવારીની વાત કરવામાં આવે તો 79.16 ટકા પરિણામ અંગ્રેજી માધ્યમનું આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા પ્રાપ્ત થયું છે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માધ્યમમાં ફક્ત 41,995 જેટલા જ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 41,910 જેટલા વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી.