અમદાવાદઃ AMC કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, એક્ટિવ કેસોમાં વધારો નિયંત્રિત રાખીએ તે આપણા માટે જરૂરી છે, જેથી જે સંક્રમિત લોકો છે તેને યોગ્ય સારવાર આપી શકાય. એક્ટિવ કેસોમાં 3101 આંકડો થયો છે. સારા સમાચાર એ છે કે એક્ટિવ કેસોનો ગ્રોથ 5 ટકાથી ઓછો થયો છે.પહેલા 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા થયું અને આજે તો રેકોર્ડ તોડીને 5 ટકાએ પહોંચી ગયું. તેમજ વિજય નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું. જો સાથે મળીને કામ કરશું તો મને વિશ્વાસ છે કે આપણે આ મહિનાના અંત સુધીમાં આ કામ કરી શકીશું અને કોરોનાને હરાવી શકીશું.
કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકા કરતાં પણ ઓછો: વિજય નહેરા - એએમસી
AMC કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સારા સમાચાર છે કે એક્ટિવ કેસોનો ગ્રોથ 5 ટકાથી ઓછો થયો છે. પહેલાં 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા અને આજે 5 ટકાએ પહોંચી ગયો છે. નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું.