અમદાવાદ : રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 39.53% થયો છે. ભારતમાં વેન્ટિલેટર મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇને ગુજરાતથી ધમણ-1 વેન્ટિલેટર અન્ય રાજ્યમાં પણ મોકલાશે. આ ધમણ-1માં અન્ય પાર્ટ્સ લગાવવામાં આવશે. વધારાની એસેસરિઝ લગાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 10 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 8:00 કલાકથી બપોરના 01:00 વાગ્યા સુધી જ રાશન વિતરણ કરવામાં આવશે. જ્યારે એ સિવાયના વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 08:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી રાશન જથ્થો વિતરણ કરવામાં આવશે.