પ્રાપ્ત માહિતી મુજબ એકસ્પોર્ટસના રીંફડ છેલ્લા ઘણા મહિનાઓથી પેંડીગ હતા અને તેમના નાણા તેમા ફસાયેલા હતા જેના કારણે કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાથી તેમના તરફથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામા આવી હતી.
જેમાં હાઈકોર્ટે સીમાચીન્હ રુપ ચુકાદો આપ્યો હતો જેના લિધે એકસ્પોર્ટસમાં રાહતની લાગણી ફેલાઈ છે. જીએસટીમાં એકસ્પોર્ટસને નીયમ મુજબ તેમને રીઁફડ પરત મળતુ હોય છે જેમાં જીએસટીના નીતીનીયમો મુજબ પ્રથમ 90 ટકા રિફંડ 7 દિવસમાં અને બાકીનું 10 ટકા 60 દિવસમાં સરકારે તેમને પરત ચૂકવવું પડે છે. જે છેલ્લા ઘણા મહીનાઓથી અટવાઈ જતા એક્સપોર્ટસ ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
એકસ્પોર્ટસના વકીલ વિશાલ દવેએ જણાવ્યુ હતુ કે, જીએસટીનો કાયદો આવ્યા પછી જેટલા પણ એકસ્પોર્ટસ છે તેમને જીએસટીના કાયદા પ્રમાણે રીઁફડ મળવુ જોઈએ. કાયદામાં એવી જોગવાઈ છે કે પહેલા 90 ટકા 7 દિવસમાં અને બાકીનુ 60 દિવસમાં સરકારે રીફંડ આપવુ જોઈએ અને જો સરકાર ત્યારબાદ પણ રીંફડ ન આપી શકે તો 6 ટકા વ્યાજની પણ જોગવાઈ છે. એટલે હાલમાં જેટલા પણ એક્સપોર્ટસ છે તેમના 200 થી 300 દિવસ ઉપર થયા હોવા છતા રીફંડ અટકાઈ ગયા હતા.
એક તો એકસ્પોર્ટસના ધંધામાં ધણુ ઓછુ માર્જીન હોય છે તેથી જો રીફંડ રોકાઈ રહે તો તેમના ઘંઘા પર તેની મોટી અસર પડે છે. તેથી હાઈકોર્ટમાં સરકાર પાસેથી તાકીદે રીઁફડ પરત મેળવવા અમારે પીટીશન કરવી પડી. આ બાબતમાં હાઈકોર્ટે અમારી રજુઆતને ધ્યાને લેતા સીમાચીન્હ ચુકાદો આપ્યો છે કે, 9 ટકા વ્યાજ સાથે જે એકસપોર્ટસના રીફંડ પેંડીગ છે તેમને ત્તકાલ ચુકવી આપવુ.