અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને દસ લાખ સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ અલગ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ત્રીજો રોજગાર મેળો યોજાયો હતો. જે દેશના 24 શહેરોમાં આ રોજગાર મેળોનું યોજાયો હતો. સમગ્ર દેશમાંથી 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. જેમાંથી અમદાવાદમાં 199 યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, સાંસદ કિરીટ સોલંકી અને સાંસદ નરહરી અમીન હાજર રહ્યા હતા.
2023નો પ્રથમ રોજગાર મેળો : આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધતા જણાવ્યું હતું કે, આ 2023નો પ્રથમ રોજગાર મેળો છે. આ વર્ષ દેશના 71,000 પરિવારો લોકો માટે ખુશીની સોગાત લઈને આવ્યો છે. આજનું આયોજન માત્ર સફળ ઉમેદવારો માટે નહીં પરંતુ આવનારા દિવસોમાં દેશના અનેક પરિવારના લોકોને સરકારી નોકરી મળશે. ભાજપ શાસિત અને એનડીએ શાસિત રાજ્યોમાં પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણા, બિહાર, બંગાળ, મણિપુર અને જમ્મુ અને કાશ્મીરમાં નિયુક્ત પામેલા યુવાનો સાથે પણ વાતચીત કરી હતી.
આ પણ વાંચો : સલાયામાં પાપડ બનાવી મહિલાઓ મેળવી રહી છે રોજગાર
અમારી સરકાર જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે : વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આજ નિયુક્ત પત્ર પામેલા લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પહેલાના કરતા હવે ભરતી પ્રક્રિયામાં બદલાવ આવ્યો છે. જેમને આજ નિયુક્તિ પત્ર મેળવનાર છે તેમના માટે પણ નવો યુગની શરૂઆત થઈ છે. પાછલા આઠ વર્ષમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસને કારણે લાખો લોકોને રોજગારી તકો ઊભી થઈ છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કરોડોનું રોકાણ અને રોજગારી વિપુલ તકોના દ્વાર ખુલ્યા છે. જેથી આપણે સતત આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો : રોજગાર મેળોઃ વડાપ્રધાન મોદીએ 71000 ઉમેદવારોને આપ્યા નિયુક્તિપત્ર
ક્યા ક્યા વિભાગમાં નિમણૂક પત્ર : કુલ 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં જુનિયર એન્જિનિયર, લોકો પાયલોટ,ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર,સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટ ગ્રામીણ ડાક સેવક આવક વેરા, નિરીક્ષક, શિક્ષક,નર્સ ડોક્ટર અને સુરક્ષા અધિકારીઓની જેવી અલગ અલગ જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવે તે પહેલા નવનીત કર્મચારીઓ અને તેમની સાથે કર્મયોગી પ્રારંભ મોડ્યુલ અંગે પણ તેમના અનુભવો શેર કર્યા હતા.