અમદાવાદ: રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ફાંસીની સજા યથાવત રાખવા માટે હાઇકોર્ટની મંજૂરી મેળવવા માટે રાજ્ય સરકારે અરજી કરી હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટે આરોપી રીક્ષા ડ્રાઇવર વૈધુકિયાને ફાંસીની સજા ફટકારી હતી જેને યથાવત રાખવા અને હાઈકોર્ટની મંજૂરી મેળવવા રાજ્ય સરકાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દે આરોપીને નોટિસ પાઠવી વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2018માં રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કાર્મ બાદ હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરવમાં આવી હતી.
આ ગુનાના ત્રણ દિવસ પહેલાં આરોપીએ 70 વર્ષીય વૃદ્ધાને લૂંટીને હત્યા કરી દીધી હતી. આમ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. સામાન્ય રીતેે દુષ્કાર્મના કેસમાં ફાંસીની સજા રેરેસ્ટ ઓફ રેર કેસમાં ફટકારવામાં આવે છે.