આ બાબતે મેટ્રો રેલના એમ.ડી. અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલના પ્રોજેકટમાં અત્યાર સુધીમાં કુલ મેટ્રો પ્રોજેકટના 4 સ્ટેશનના કામ પૂર્ણ થયા છે, જ્યારે 28 સ્ટેશનના કામ કાજ હાલમાં ચાલુ છે. જ્યારે મેટ્રો પ્રોજેકટ વર્ષ 2022માં પૂર્ણ કરવાની ડેડલાઈન આપવામાં આવી હતી, પણ હવે પ્રોજેક્ટના એલાઈમેન્ટ ચેન્જ થવાને કારણે પ્રોજેકટ કોસ્ટમાં વધારો થયો છે. જ્યારે પહેલા પ્રોજેકટમાં 11,000 કરોડમાં સંપૂર્ણ પ્રોજેકટમાં પૂરો થવાનો હતો જે હવે 13,000 કરોડમાં પ્રોજેકટ પૂરો થશે. એલાઇમેન્ટમાં ફેરફાર થવાને સાથે પ્રોજેકટમાં થોડો વિલંબ થશે. એલાઇમેન્ટ એટલે કે પહેલા મેટ્રો ટ્રેન આશ્રમ રોડ પરથી પસાર થવાની હતી, જે હવે આશ્રમ રોડ પર આવેલા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનનો જ ઉપયોગ કરવામાં આવશે. આમ, એલાઈમેન્ટ ચેન્જ થવાને કારણે જ પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો છે.
જ્યારે, બીજા ફેઝમાં અમદાવાદના ચાંદખેડાથી લઈને ગાંધીનગર સુધી મેટ્રો દોડાવવામાં આવશે. જેને લઈને મેટ્રો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અને સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે બિજો ફેઝ અમદાવાદના ચાંદખેડાથી શરૂ થઈને ગાંધીનગર સરિતા ઉદ્ધાન સુધી રહેશે.