અમદાવાદ: હાઈકોર્ટમાં અરજદાર મુદિતા વિદ્રોહી અને મુઝાહિદ નફીસ તરફે રજૂ કરાયેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસે સોંગદનામાં પબ્લિક ઓર્ડર શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્યારે પોલીસે પરવાનગી રદ કરી ત્યારે તેમાં આ શબ્દનો ઉપયોગ કર્યો નથી. પોલીસ દ્વારા પરવાનગી ન આપવી એ અરજદાર અને સામાન્ય લોકોની વાણી અને અભિવ્યકિતની સ્વતત્રંતા વિરૂદ્ધ છે.
અમદાવાદમાં CAAનો વિરોધ કરવા માટે પોલીસે પરવાનગી નહીં આપતા હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, CAA-NRC મુદ્દે શાહઆલમમાં હિંસાની ઘટના બની હતી. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત 19 ડિસેમ્બરના રોજ શાહઆલમમાં CAA-NRCના વિરોધ પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી નહતી તેમ છતાં 500થી 700 જેટલા લોકોએ હિંસા કરી હતી.