ETV Bharat / state

નેતાની નોટબુકમાં ગોપાલ ઈટાલિયા, સરકારી નોકરી છોડીને રાજકારણમાં આવવા સુધીની સફર - Surat Municipal Corporation

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જે મોટા નેતા પર નજરમાં રહે છે. તેમાંથી એક છે સરકારી નોકરી છોડીને રાજકારણમાં આવેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia AAP Leader). આ એ જ નેતા છે જેમણે સરકારનો વિરોધ કરી પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) જોડાયા બાદ પણ કેવું મળ્યું મહત્વનું પદ જાણો અમારો વિશેષ અહેવાલ નેતાની નોટબુકમાં.

નેતાની નોટબુકમાં ગોપાલ ઈટાલિયા, સરકારી નોકરી છોડીને રાજકારણમાં આવવા સુધીની સફર

author img

By

Published : Nov 4, 2022, 10:33 AM IST

Updated : Dec 6, 2022, 3:33 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભની ચૂંટણી જાહેર (Gujarat Assembly Election 2022) કરી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં મહત્વના પદ રહેલા ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) વિશે નેતાની નોટબુકમાં વાત કરીએ તો, તેમણે પોતાની કારકિર્દી એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ સરકાર સામે પડવાની ઘટના અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પર જુતું ફેંકવાની ઘટના લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) જોડાઈ સુરત સ્થાનિક ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. હાલમાં તે મુખ્યપ્રધાન દાવેદાર તરીકે પણ માનવામાં આવે છે.

પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી ગોપાલ ઇટલીયાનો (Gopal Italia AAP Leader) જન્મ 21 જુલાઈ 1989ના રોજ ગુજરાતના બોટાદમાં થયો હતો. તેમણે તેમનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી (Gujarat University Ahmedabad) પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી છે.

ઈટાલિયાએ પૂર્વ ગૃહરાજ્યપ્રધાન પર ફેંક્યું હતું જૂતું

પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી જાન્યુઆરી 2013થી ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia AAP Leader) અમદાવાદ પોલીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં (Madhupura Police Station) કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું, ત્યારબાદ વર્ષ 2014માં અમદાવાદ કલેક્ટર કચેરી હેઠળ ધંધુકા તાલુકા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસમાં રેવન્યૂ ક્લાર્ક તરીકે ફરજ બજાવી. તેઓ બેરોજગાર યુવાનોના અધિકારો તેમ જ નાગરિકોના અધિકારો માટે ઝુંબેશ ચલાવે છે. ઈટાલિયા જાન્યુઆરી 2017માં જાણીતા બન્યા. જ્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમણે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કર્યો અને ગુજરાતમાં દારૂ પ્રતિબંધ નીતિના ખૂલ્લેઆમ ઉલ્લંઘન અને જાહેરસેવકોની કથિત મિલીભગત વિશે તેમને ફરિયાદ કરી હતી. વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પર જૂતું ફેંક્યું હતું માર્ચ 2017માં ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા અને 'ભ્રષ્ટાચારથી દૂર'ના બૂમો પાડવા માટે સમાચારમાં હતા. વર્ષ 2018 અને 2020ની વચ્ચે ગોપાલ ઇટાલિયા સામાજિક સંસ્થા પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા. વર્ષ 2018માં તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું હતું.

વીડિયો થયો હતો વાઈરલ ગોપાલ ઇટાલિયા (Gopal Italia AAP Leader) જૂન 2020માં આમ આદમી પાર્ટી ગુજરાતના (Aam Aadmi Party Gujarat) રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા. તેમને 12 ડિસેમ્બર 2020ના રોજ પાર્ટીના રાજ્ય પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2018માં સોશિયલ મીડિયા પર એક લાઇવ વિડિયોમાં ઇટાલિયાએ ખેડૂતો દ્વારા પાકને નુકસાન કરતા પ્રાણીઓને ડરાવવા માટે પ્લાસ્ટિકની બંદૂકનો ઉપયોગ કરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

કાર્યકાળ હેઠળ સ્થાનિક ચૂંટણી છવાયા ગોપલ ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ હેઠળ AAP ગુજરાતે ફેબ્રુઆરી 2021ની ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ડેબ્યુ કર્યું હતું. AAPએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Surat Municipal Corporation) 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે પાર્ટીને તૈયાર કરવા માટે તેમને AAP ગુજરાતના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારે વિરોધ પાછળ 10 દિવસ જેલમાં 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી 186 હેડ ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષામાં 88,000 ઉમેદવારોએ હાજરી આપી હતી. પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ 500 AAP સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અસિત વોરાને પરીક્ષાનું સંચાલન કરનાર ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન બોર્ડ ના અધ્યક્ષ પદ પરથી હટાવવા માટે કમલમની બહાર વિરોધ કર્યો હતો. વિરોધ માટે ભાજપના નેતા દ્વારા દાખલ કરાયેલા કેસમાં જામીન મળતા પહેલા ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) અને અન્ય લોકોએ 10 દિવસ જેલમાં વિતાવ્યા હતા.

Last Updated : Dec 6, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.